નોટબંધી બાદ કેન્દ્ર સરકારે રૂ. ૨૦૦૦ની નોટ જે બહાર પાડી હતી તે બહાર પડી ત્યારથી જ વિવાદોના ઘેરામાં છે. સમયાંતરે તેને બંધ કરવાની વાતો વહેતી રહે છે ત્યારે કેન્દ્ર સરકારે ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે, નજીકના ભવિષ્યમાં રૂ. 2000ની નોટ બંધ કરવાનો તેઓનો કોઈ પ્લાન નથી.
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પ્રાયોગિક ધોરણે પાંચ શહેરોમાં 10 રૂપિયાની પ્લાસ્ટિક કરન્સી લાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રાયલ ક્યારથી શરૂ થશે તે હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન પી. રાધાકૃષ્ણને એક સવાલનો લેખિતમાં જવાબ આપતા કહ્યું છે કે, નજીકના ભવિષ્યમાં સરકારની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી.
સરકારે કહ્યું છે કે, રૂ. 500 અને રૂ. 2000ની નોટની સરળતાથી ઓળખ થઈ શકે છે, તે માટે બંને નોટમાં 10 એમએમનું અંતર રાખવામાં આવ્યું છે. આ ટ્રાયલ કોચી, મૈસૂર, જયપુર અને ભુવનેશ્વરમાં થશે. ટ્રાયલ ક્યારથી શરૂ થશે તે વિશે હજી સુધી કોઈ ટાઇમલાઇન નક્કી કરવામાં આવી નથી.