અમદાવાદ : ૨૦૧૯-૨૦ના વર્ષના બજેટમાં એક સારી કહી શકાય એવી અગત્યની જાગવાઇ એ કરાઇ હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલ, એલ.જી.હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓના સગાઓ અને પરિવારજનોને માત્ર રૂ.૧૦માં ભરપેટ ભોજન આપવાની પંડિત દીનદયાળ કેન્ટીન સેવા શરૂ કરવામાં આવશે. આ માટે શાસકપક્ષ દ્વારા બજેટમાં રૂ.ત્રણ કરોડની જાગવાઇ કરવામાં આવી છે. મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં પ્રતિદિન બે હજારથી વધુ દર્દીઓ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થતા હોય છે ત્યારે તેમના સગા અને પરિવારજનો માટે જમવાની ભારે મુશ્કેલી ઉભી થતી હોય છે, તેના નિવારણના ભાગરૂપે આ યોજના શરૂ કરાશે.
સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાનશ્રીએ નવી પેઢીને વિરાસતથી પરિચિત કરાવવા 'કેચ ધ રેઈન','એક પેડ માં કે નામ', અને સ્વચ્છ ભારત અભિયાનો પ્રારંભ કર્યા છે...
Read more