મુંબઈ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુંબઈના આજે વાનખેડે સ્ટેડિયમ પર રોમાંચક મેચ રમાનાર છે. આઈપીએલમાં શરૂઆતમાં નિરાશાજનક દેખાવ કર્યા બાદ રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વાપસી કરીને સાત મેચો પાકી ચાર મેચોમાં જીત મેળવીને પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંકે પહોંચી ચુકી છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાત મેચો પૈકી માત્ર એકમાં જીત મેળવી શકી છે. તેની છમાં હાર થઇ છે. આ ટીમ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચેના ક્રમમાં હોવાથી તેની પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અલબત્ત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાપસીની સંભાવના હવે દેખાઈ રહી નથી પરંતુ મેચને રોચક બનાવવા માટે ટીમના ખેલાડીઓ ઉત્સુક છે.
એક પછી એક મેચોમાં હાર થયા બાદ વિરાટ કોહલી અને ડિવિલિયર્સ જેવા ખેલાડીઓ ધરાવતી આ ટીમની ચારેબાજુ ટિકા થઇ રહી છે. મેચનું પ્રસારણ આજે આઠ વાગ્યાથી કરવામાં આવશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આમને સામને આવશે જેથી આ મેચ ચાહકો માટે પણ રોમાંચક રહેશે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જારદાર દેખાવ કરવા સજ્જ છે. આ ટીમમાં ડીકોક, બુમરાહ, ચહલ સહિતના ખેલાડીઓ છે. બીજી બાજુ કોહલીની ટીમમાં પણ એક પછી એક જોરદાર ખેલાડીઓ છે જેમાં હેટમાયર, યુજવેન્દ્રનો સમાવેશ થાય છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જાવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. બંને ટીમો નીચે મુજબ છે.
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત (કેપ્ટન), અનમોલપ્રિતસિંઘ, બેહરેનડ્રોફ, બુમરાહ, ચહર, કટિંગ, ડીકોક, ઇશાન કિશન, જયસ્વાલ, સિદ્ધેશ લાડ, લેવિસ, મેકલાખન, માલિંગા, માર્કન્ડે, મિલને, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પોલાર્ડ, સાલમ, અનુકુલ રોય, બરિન્દર શર્ણ, તારે, જયંત, સૂર્યકુમાર, યુવરાજ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : કોહલી (કેપ્ટન), અક્ષદીપ નાથ, મોઇન અલી, યુજવેન્દ્ર, નિલ, ગ્રાન્ડહોમ, ડિવિલિયર્સ, દુબે, ગુરકિરત, હેટમાયર, હિંમતસિંહ, કુલવંત ખજુરિયા, ક્લાસેન, મિલિંદકુમાર, સિરાજ, પવન નેગી, દેવદૂત પાડીક્કલ, પાર્થિવ પટેલ, પ્રયાસ રાય, સૈની, સાઉથી, સ્ટેનોઇઝ, સુંદર, ઉમેશ યાદવ