૧ જુલાઈ, ૨૦૨૫ – આ નવા વર્ષની શરૂઆત, રોટેરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમે જલ સેવાના ઉમદા હેતુ સાથે કર્યું છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા ઘણાં માનવતાવાદી કાર્યો કરવામાં આવે છે. ત્યારે આ સંસ્થા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વોટર કૂલરનું લોકાર્પણ કર્યું છે. સાઉથ બોપલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલું આ વોટર કૂલર અહીંથી પસાર થતા સેંકડો વિદ્યાર્થીઓ, કામદારો અને મુસાફરો માટે સ્વચ્છ, ઠંડા અને શુદ્ધ પીવાના પાણીનો લઈ શકશે. કોમ્યુનિટી વોટર કુલર સ્થાપિત કરવાનું આ માનવતાવાદી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રોટેરીના સ્વ-સેવાના મુખ્ય મૂલ્યને પ્રતિબિંબિત કરવાનો અને જાહેર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે.
વોટર કૂલરના લોકાર્પણ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના વર્ષ ૨૫-૨૬ના પ્રેસિડેન્ટ રોટેરિયન પ્રીતિ મેહરાએ કહ્યું હતુ કે, ઘણાં જરૂરિયાતમંદ લોકોને પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું, ત્યાર આ પગલું આવા લોકો માટે આશીર્વાદરૂપ બનશે, તેઓએ આગળ કહ્યું કે, “અમારા આ કુલર પ્રોજેક્ટ ફક્ત સ્વસ્થ પાણીના સ્ત્રોત તરીકે જ નહીં પરંતુ માનવ કાર્યમાં આપણી સંભાળ, કરુણા અને રોટેરીના ભાવનાના પ્રતીક તરીકે પણ ઊભા રહેશે,”
આ ઉદ્ઘાટન પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના પ્રેસિડેન્ટ રોટેરિયન પ્રીતિ મેહરા અને સેક્રેટરી રોટેરિયન દિલીપ નાયર ઉપરાંત સંસ્થાના અગ્રણી લોકોએ હાજરી આપી હતી અને મિશન જલ સેવાની શરૂઆત કરી હતી.