રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા વર્ષ 2025 -2026 માટેનો ઇન્સ્ટોલેશન સેરેમીનીનું આયોજન કરાયું

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ : વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના RI ડિસ્ટ્રીક્ટ 3055 ના ગવર્નર નિગમ ચૌધરી દ્વારા આ વર્ષના રોટરી ક્લબ આદર્શ અમદાવાદ ના નવા પ્રેસિડેન્ટ તરીકે શ્રીમતી રચના દવેની વરણી કરવામાં આવી છે . ક્લબના સેક્રેટરી પદે વિનોદ સિવદાસનની નિયુક્તિ કરવામાં આવી છે.

રોટરી ક્લબ આદર્શ અમદાવાદના નવા પ્રેસિડેન્ટ બનેલા શ્રીમતી રચના દવેએ આ પ્રસંગે કહ્યું કે, તેઓ રોટરીમાં મહિલાઓને સર્વાકલ માટે ચેકઅપ, તેઓને સામાજિક પ્રત્સાહન આપવા જેટલું સારુ કાર્ય કરી શકીએ એટલું કરીશું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, વૃક્ષા રોપણ, સફાઇ, પર્યાવરણની જાળવણીને લઈને સાથે મળીને કામ કરીશું.

ડિસ્ટ્રિક્ટ 3055ના વિવિધ રોટરી ક્લબ્સના પ્રેસિડેન્ટસ અને અધિકારીઓની હાજરીમાં આયોજિત આ ઇન્સ્ટોલેશન સેરેમીનીમા 100 થી વધારે માનવંતા મહેમાનો આવ્યા હતા અને ગેસ્ટ ઓફ હોનોર ભાજપ પાર્ટીના વડા રાજેશ સોની અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી તથા આસિસ્ટન્ટ ગવર્નર સેતુ શાહની હાજરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, નવા મેમ્બર્સ અને નવા લીડરશીપ પેનલની નિયુક્તિ કરવામાં આવી હતી. આ વર્ષના પ્રેસિડેન્ટ રૂપેશ શાહ અને સેક્રેટરી મનન શાહે રોટરી ક્લબ આદર્શ અમદાવાદની જવાબદારીઓને નવી ટીમને સોંપી હતી. ક્લબના સીનિયર્સ કપિલ જી, શ્રીમતી સોનિયા બેન અને હેતલ ભાઈ દ્વારા કાર્યક્રમનું અદ્ભુત સંચાલન કરવામાં આવ્યું હતું.

Share This Article