“જાકો રાખે સાંઇયા માર સકે ના કોઈ” એકવાર ફરી રૂટ્સ ફાઉન્ડેશને આ વાતને સાર્થક કરી છે. સુરતમાં તાજેતરમાં જ એક ઘટના બની હતી, જ્યાં એક બાળકીનો જન્મ સુરતના ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર માં ૮ એપ્રિલ ના રોજ થયો હતો અને પાછળ થી તે બાળકીને જરૂરી સારવાર માટે એબીસી હાસ્પિટલમાં ખસેડવામાં આવી હતી . બાળકી ૨૭ અઠવાડિયામાં જ જન્મી હોવાથી તેનું વજન ૫૭૨ ગ્રામ હતું. આટલા ઓછા વજન સાથે બાળકીની જીવવાની આશા નહિંવત હતી, આ વાતને લઈને બધા ચિંતામાં હતા. તેવામાં ડાક્ટરે NICU ની સારવાર, બાળકીના જીવંત રહેવા માટે સૂચવી . પરંતુ બાળકીના માતા-પિતા પાસે પુરતા પૈસા નહોતા જેથી તેઓ સારવાર પુરી થશે તેવી આશા પણ છોડી ચુક્યા હતા. કેમ કે,NICU ની સારવાર ઘણી ખર્ચાળ હોય છે.
તેવામાં જ રૂટસ ફાઉન્ડેશન ના ફાઉન્ડર અને મેન્ટર શ્રી તનુજભાઈ પટેલને જાણ થતા, તેઓ બેટી બચાઓ અભિયાન સાથે, સામે ચાલી ને આવ્યા અને ફેમિલીને નાણાંકીય સહાય આપવાનું નક્કી કર્યું, તમામ સારવારનો ખર્ચ ૩.૮ લાખ નો હતો જે પૈકીના ૧.૫ લાખ પરીવાર તરફથી ચૂકવવામાં આવ્યા હતા. બાકીની રકમ રૂટસ ફાઉન્ડેશન દ્વારા ચુકવવામાં આવી હતી. એની સાથે, બેટી બચાઓ અભિયાને ખરા અર્થમાં રૂટસ ફાઉન્ડેશનની મદદ કરવાની ભાવના સાથે સાબિત કરી બતાવ્યું છે કેમ કે, બાળકીઓ ને બચાવી, એ ભારત દેશમાં આજનો સૌથી મોટો મુદ્દો છે જેની સામે રૂટસ ફાઉન્ડેશન એક મિશાલરૂપ સાબિત થયું છે.
શ્રી તનુજ પટેલે વધુમાં જણાવતા કહ્યું હતું કે, રૂટસ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય ખુશીઓ ફેલાવાનો છે. આ બાળકીના માતા-પિતાએ પણ IVF નો સહારો લઈ બાળકીને જન્મ આપ્યો હતો. આ પરિવાર ને બાળક થવા માટે, પહેલા પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી, જેથી તેમના માટે આ છેલ્લી તક હતી. તેમનું માતા પિતા બનવાનું સ્વપ્ન રૂટસ ફાઉન્ડેશનના આ અભિયાન હેઠળ સાકાર થયું.
જેથી ત્રણ મહિના પછી NICU માંથી જ્યારે બાળકીને ૨૬ જુન, ૨૦૧૯ ના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવી ત્યારે તેનું વજન ૧.૭ કિલો થઈ ગયું હતું. જ્યારે ૨૦ જુલાઈએ તો આ વજન વધીને ૧.૯ કિલો થયું હતું. આ એક બાળકીને બચાવવા તરફ એક પ્રશંષનીય પગલું હતું.
સેન્ટ્ર્લ અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પણ છોકરા છોકરીઓની એક સમાન ગણતરી કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે, તેમાં પણ દીકરીઓને બચાવવી એ મોટું અભિયાન છે જેમાં ગવર્મેન્ટ પણ આ પ્રકારની સંસ્થાઓ પર વિશ્વાસ રાખે છે. ત્યારે આ ઝૂંબેશને આગળ વધારવા અને સોસાયટી તેમજ સમાજને સંદેશો આપવા માટે રૂટસ ફાઉન્ડેશન આ પ્રકારના સામાજિક કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહે છે.