6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ”ઉડન છૂ”નું રોમેન્ટિક સોન્ગ “કદી રે કદી” લોન્ચ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આરોહી પટેલ, આર્જવ ત્રિવેદી, દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા જેવી અભૂતપૂર્વ સ્ટાર કાસ્ટ દર્શાવતી ફિલ્મ “ઉડન છૂ”ની રીલીઝને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મનું એક યંગ-એટ- હાર્ટ સોન્ગ “કદી રે કદી” તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા નજરે પડે છે. રોમેન્ટિક પ્રકારનું આ સોન્ગ મેચ્યોર કપલની વાત દર્શાવે છે. ફિલ્મની વાર્તામાં ચાર ચાંદ લગાવતાં ભાર્ગવ પુરોહિત દ્વારા લિખિત આ સોન્ગના શબ્દો કોઈપણ વ્યક્તિને પસંદ આવી જાય તેવા છે. વોર્નર મ્યુઝિક ઇન્ડિયાના બેનર હેઠળ ટેલેન્ટેડ સિંગર્સ યાસર દેસાઈ અને મધુબંતી બાગચીના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગ સિદ્ધાર્થ અમિત ભાવસાર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. સોન્ગ લિંક- 

“ફરી આ સાંજ- સાંજ થી સવારો થાય ત્યાં લગી”- ગીતના આ શબ્દો કોઈ પણ વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. લોકોના પ્લેલિસ્ટમાં આ સોન્ગનો ઉમેરો તો નક્કી જ છે. ફિલ્મ “ઉડન છૂ”ની વાર્તા જ કાંઈક અલગ છે. આ ફિલ્મ ગુજરાતી લગ્નની પરંપરાગત વ્યવસ્થા વચ્ચે બે વ્યક્તિઓ વચ્ચેના અનોખા સંબંધને દર્શાવે છે. આ ફિલ્મ થકી પ્રેક્ષકો લાગણીઓના રોલરકોસ્ટરની અપેક્ષા રાખી શકે છે કારણ કે ફિલ્મ કેટલાક પરંપરાગત ધોરણોને પ્રશ્ન કરે છે અને પ્રેમના જાદુની ઉજવણી કરે છે.

દેવેન ભોજાણી હસમુખ મહેતાની ભૂમિકામાં છે, જ્યારે આરોહી પટેલ ક્રિના મહેતાની ભૂમિકામાં છે. ફિરોઝ ભગત દાદાની ભૂમિકામાં દેખાય છે, જેમાં સ્મિત જોશી કુકુની ભૂમિકામાં છે. પ્રાચી શાહ પંડ્યા પાનકોર પાપડવાલાની ભૂમિકામાં ઊંડાણ અને આકર્ષણ લાવે છે અને આર્જવ ત્રિવેદીએ હાર્દિક પાપડવાલાની ભૂમિકા ભજવી છે. સહાયક કલાકારોમાં પિન્ટુ મામા તરીકે જય ઉપાધ્યાય, જ્હાન્વી તરીકે અલીશા પ્રજાપતિ અને સેમી તરીકે નમન ગોરનો સમાવેશ થાય છે, જેઓ એ આ ફિલ્મની વાર્તામાં ચાર ચાંદ લગાડી દીધા છે. 

Share This Article