જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે માલ-સામાનની તમામ આંતર રાજ્ય હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી ૧ એપ્રિલ, ૨૦૧૮થી જાહેર કરી દેવામાં આવી હતી. કર્ણાટક રાજ્યમાં પણ રાજ્યની અંદર માલસામાનની હેરફેર માટેની ઈ-વે બિલ પ્રણાલીને ૧ એપ્રિલ, ૨૦૧૮ થી શરૂ કરી દેવામાં આવી છે. ૯ એપ્રિલ, ૨૦૧૮ સુધીમાં ત્રેસઠ લાખથી વધુ ઈ-વે બિલ સફળતાપૂર્વક કાઢવામાં આવ્યા છે.
આથી અત્રે નોંધનીય છે કે ગુજરાત, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં રાજ્યની અંદર માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી ૧૫ એપ્રિલ, ૨૦૧૮થી અમલમાં મૂકવામાં આવશે.
આ રાજ્યોમાં ઈ-વે બિલ પદ્ધતિની શરૂઆત સાથે જ એવી આશા સેવાઇ રહી છે કે, જ્યાં સુધી સામાનનાં પરિવહનને લગતી વાત છે ત્યાં સુધી વ્યાપાર અને ઉદ્યોગને અનુકુળતા મળી રહેશે અને તેનાથી રાષ્ટ્રવ્યાપી એક જ ઈ-વે બિલ પ્રણાલીનો માર્ગ મોકળો બનશે. આ રાજ્યોમાં આવેલા વ્યાપાર અને ઉદ્યોગ તથા સામાન લઇ જનારા વાહનચાલકોએ https://www.ewaybillgst.gov.in નામના ઈ-વે બિલ પોર્ટલ પર જઈને અંતિમ તારીખની રાહ જોયા વિના તાત્કાલિક તેમની નોંધણી/સભ્યપદનું નામાંકન કરાવવાની સલાહ આપવામાં આવે છે.