બેંગ્લોર : બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જંગ ખેલાનાર છે. બંને ટીમો પોતપોતાની પ્રથમ મેચ હારી ચુકી છે જેથી આ મેચ બંને માટે મહત્વપૂર્ણ રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આમને સામને આવશે જેથી આ મેચ ચાહકો માટે પણ રોમાંચક રહેશે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જોરદાર દેખાવ કરવા સજ્જ છે. આ ટીમમાં ડીકોક, બુમરાહ, ચહલ સહિતના ખેલાડીઓ છે.
બીજી બાજુ કોહલીની ટીમમાં પણ એક પછી એક જોરદાર ખેલાડીઓ છે જેમાં હેટમાયર, યુજવેન્દ્રનો સમાવેશ થાય છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે. આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જોવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. બંને ટીમો નીચે મુજબ છે.
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત (કેપ્ટન), અનમોલપ્રિતસિંઘ, બેહરેનડ્રોફ, બુમરાહ, ચહર, કટિંગ, ડીકોક, ઇશાન કિશન, જયસ્વાલ, સિદ્ધેશ લાડ, લેવિસ, મેકલાખન, માલિંગા, માર્કન્ડે, મિલને, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પોલાર્ડ, સાલમ, અનુકુલ રોય, બરિન્દર શર્ણ, તારે, જયંત, સૂર્યકુમાર, યુવરાજ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : કોહલી (કેપ્ટન), અક્ષદીપ નાથ, મોઇન અલી, યુજવેન્દ્ર, નિલ, ગ્રાન્ડહોમ, ડિવિલિયર્સ, દુબે, ગુરકિરત, હેટમાયર, હિંમતસિંહ, કુલવંત ખજુરિયા, ક્લાસેન, મિલિંદકુમાર, સિરાજ, પવન નેગી, દેવદૂત પાડીક્કલ, પાર્થિવ પટેલ, પ્રયાસ રાય, સૈની, સાઉથી, સ્ટેનોઇઝ, સુંદર, ઉમેશ યાદવ