રોહિત શર્મા સીએસકે વિરુદ્ધ શાનદાર સદી સાથે ઓરેન્જ કેપની રેસમાં સામેલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સીએસકે વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેમણે ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ-૫ બેટ્‌સમેનમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હિટમેને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ૬૩ બોલ પર ૧૧ ચોગ્ગા અને ૫ સિક્સ ફટકારી ૧૦૫ રન પર અણનમ રહ્યો હતો. તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જીતવામાં સફળ રહી ન હતી. આઈપીએલ ૨૦૨૪માં રોહિત શર્માના નામે ૬ ઈનિગ્સમાં ૨૬૧ રન થયા છે. આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેનોની લિસ્ટમાં વિરાટ કોહલી, રિયાન પરાગ, સંજુ સેમસન બાદ ચોથા સ્થાને રોહિત પહોંચી ગયો છે.

રોહિત શર્માએ આઈપીએલ ૨૦૨૪માં આ ૨૬૧ રન બનાવ્યા છે. હિટમેનનું નામ એ ખેલાડીઓના લિસ્ટમાં પણ જાેડાઈ ચુક્યું છે, જેમણે આ સીઝનમાં સદી ફટકારી હોય. આઈપીએલ ૨૦૨૪માં અત્યારસુધી કુલ ૩ વખત સદી ફટકારી છે. રોહિત પહેલા વિરાટ કોહલી અને જાેસ બટલર આ કારનામું કરી ચુક્યા છે. ઓરેન્જ કેપ પર હાલ વિરાટ કોહલીનો દબદબો છે. કિંગ કોહલી ૩૧૯ રન સાથે ટોપ પર છે. કોહલી સિવાય કોઈ પણ બેટ્‌સમેન અત્યારસુધી ૩૦૦ રનનો આંકડો પાર કરી શક્યો નથી.

રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે માત્ર ૫૮ રનનું અંતર છે. આપણે આઈપીએલ ૨૦૨૪માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ ૧૧ વિકેટ સાથે ટોપ પર છે. ત્યારબાદ મુંબઈનો જસપ્રિત બુમરાહ ચેન્નાઈને વિરુદ્ધ એક પણ વિકેટ મળી નહિ તેના કારણે તે ૧૦ વિકેટ સાથે બીજા નંબર પર છે. પર્પલ કેપની રેસમાં સામેલ ટોપ-૫ બોલરમાં આ સિવાય મુસ્તફિઝર રહેમાન ૧૦ વિકેટ, કાગિસો રબાડા ૯ વિકેટ અને ખલીલ અહમદ ૯ વિકેટ લીધી છે.

Share This Article