પર્થ : ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેને ભારતની સામે બીજી ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યા ઉપર આજે કહ્યું હતું કે, પીચ ઝડપી બોલરોને મદદ કરશે. પર્થ ટેસ્ટ મેચમાં ટોસ ગુમાવવાની બાબત સારી રહેશે તેમ ટીમ પેન માને છે. તેનું કહેવું છે કે, ભારતની પાસે મજબૂતી છે. પર્થમાં કેટલાક નવા ખેલાડી અમારી સામે આવનાર છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની જીત થઇ હતી. પેને પર્થમાંરમાનારી ટેસ્ટ મેચ પહેલા આજે કહ્યું હતું કે, ટોસ ગુમાવવાની બાબત ઉપયોગી રહેશે. સવારે જ ક્યુરેટર સાથે વાત કરી હતી. પીચ ખુબ ખરાબ દેખાઈ રહી નથી.
અહીં વનડે અને ટી-૨૦ મેચો રમાઈ ચુકી છે પરંતુ ટેસ્ટ મેચ માટે સ્થિતિ જુદી પ્રકારની છે. પેનનું કહેવું છે કે, ટોસ આમા વધારે ઉપયોગી સાબિત થશે નહીં. ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે આ ટેસ્ટ મેચ પહેલા કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમે ઇલેવનમાં કોઇ ફેરફાર કરવા જોઇએ નહીં અને આ બાબતનીનોંધ લઇને ઓસ્ટ્રેલિયાએ કોઇ ફેરફાર કર્યા નથી. પેને કહ્યું છે કે, ભારત ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ આ વખતે જોરદાર દેખાવ કરવા ઉત્સુક છે.
ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાથી ભારતે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ મેદાન ઉપર સંયુક્તરીતે સારો દેખાવ કરવો પડશે. ભારતીય ટીમ ૨-૦નીલીડ મેળવવાના પ્રયાસમાં રહેશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન પહેલા બોલથી જ પ્રભુત્વ જમાવવાની લડત ચલાવવી પડશે. બીજી બાજુ ભારતીય ટીમને મોટો ફટકો પડી ગયો છે. રોહિત શર્મા અને અશ્વિનને ટીમમાંથી બહાર કરવામાંઆવ્યા છે. ભારતીય ૧૩ સભ્યોની ટીમમાં રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાંઆવ્યો છે. એડિલેડ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો દેખાવ જોરદાર રહ્યો હતો. પૃથ્વી હજુસુધી સ્વસ્થ થયો નથી. આવી સ્થિતિમાં તે પણ આ ટેસ્ટ મેચમાં રમનાર નથી.