કેનેડિયન ફુલબોર શૂટર રોબર્ટ પીટકેઇર્નને એ જાણીને ઉત્સાહી હતા કે તેઓ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સૌથી વૃદ્ધ ખેલાડી તરીકે જીસી૨૦૧૮માં ડેબ્યુ કરશે.
સોમવારે ૯ એપ્રિલે ક્વિન્સ પ્રાઇઝ પેર્સની ફાઇનલ ૧ ઇવેન્ટ ખાતે પોતાના સાથીદાર નિકોલ રોસીગનોલ સાથે ભાગ લેનાર રોબર્ટ પીટકેઇર્ન ૭૯ વર્ષ અને ૯ મહિનાની ઉંમર ધરાવે છે.
આ પહેલા હવાઇદળના ભૂતપૂર્વ કેડેટ ડોરેન ફ્લાનડર્સ આ રેકોર્ડ ધરાવતા હતા, જેઓ એ તેમના ૭૯માં જન્મદિવસ બાદના થોડા અઠવાડિયા પછી ગ્લાસગ્લો ગેમ્સ ૨૦૧૪ ખાતે લોન બાઉલ્સમાં ભાગ લીધો હતો.
પીટકેઇર્ને જણાવ્યું, ” હું નવો રેકોર્ડ બનાવવા માટે સજ્જતા અનુભવી રહ્યો છું. મારા સારા સ્વાસ્થ્ય અને એથ્લેટીકિઝમના કારણે જ મારા માટે ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં સ્પર્ધક તરીકે ભાગ લેવાનું શક્ય બન્યું છે.
પીટકેઇર્ન એક વ્યવસાયિક પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ તેમના પરાક્રમ માટે જાણીતાં છે. તેઓએ ૧૨૦ પ્રવાસીઓ સાથે ઉડી રહેલા સફર કરી રહેલા ૭૩૭ના અપહરણને નિષ્ફળ બનાવ્યું હતુ.
૧૯૬૦માં ફૂલબોર શૂટિંગની શરૂઆત કરરનાર પીટકેઇર્ન હંમેશાં ઉંચુ લક્ષ્ય ધરાવતા હતા, પરંતુ ૧૯૯૮માં તેઓ નિવૃત્ત બન્યા ત્યાં સુધી ભાગ લઇ શક્યા ન હતા. માન્ચેસ્ટર ૨૦૦૨માં ચૂકી ગયેલા આ જમણેરી શૂટરે જીસી૨૦૧૮ માટે વધુ તાલીમ માટે દ્રઠનિશ્ચય કર્યો હતો.
પીટકેઇર્ને જણાવ્યું, “મેં છેલ્લા ઘણાં વર્ષોમાં આંતરરાષ્ટ્રીય શૂટીંગ ઘણી સફળતાઓ પ્રાપ્ત કરી છે, પરંતુ હું ગોલ્ડ કોસ્ટ ૨૦૧૮ ખાતે કેનેડિયન ફૂલબોર ટીમ માટે ક્વાલિફાય થયો એ મારી શૂટીંગ કારકિર્દીની પરાકાષ્ઠા છે.
પિટકેઇર્ન અને રોસીગનોલની જોડી ૫૭૯-૪૯ના સ્કોર સાથે ઇવેન્ટમાં આઠમાં સ્થાને રહી છે. ઈંગ્લેન્ડના પરાગ પટેલ અને ડેવિડ લુકમેનની જોડીએ બેલમોન્ટ શૂટીંગ સેન્ટર ખાતે ૫૮૪-૬૧નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પીટકેઇર્ન બુધવારે ૧૧ એપ્રિલે ફરીથી સિંગલના ઇવેન્ટ માટે રમશે.