આયરનમેન તરીકે દુનિયાને બચાવવા માટે ફન્તાસી દુનિયામાં સુપરહિરોની ભૂમિકા અદા કરનારક રોબર્ટ ડાઉની જુનિયર સોશિયલ મિડિયના ટ્રેન્ડના સ્થાયી ફિચર તરીકે છે. તાજેતરમાં જ એવેન્જર એન્ડ ગેમ ફિલ્મની રેકોર્ડ સફળતા બાદ રોબર્ટ ડાઉની સમગ્ર દુનિયામાં ભારે ચર્ચામાં છે. હવે તેની ચર્ચા અન્ય કારણોસર પણ જાવા મળી રહી છે. તે એવા સુપરહિરો તરીકે છે જે દુનિયાને બચાવવા માટેની જવાબદારી સ્વીકારે છે પરંતુ આ વખતે ફન્તાસી દુનિયામાં નહીં બલ્કે વાસ્તિક દુનિયામાં મોટી જવાબદારી સ્વીકાર કરવા જઇ રહ્યો છે. આ વખતે તે પૃથ્વી પર ફેલાયેલા કચરાનો સામનો કરવા જઇ રહ્યો છે.
વર્ષ ૨૦૦૮માં ટાઇમ મેગેઝીનના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ રહેલા અને વર્ષ ૨૦૧૨થી લઇને વર્ષ ૨૦૧૫ સુધી સતત હોલિવુડમાં સૌથી મોંઘા સ્ટાર તરીકે રહેલા રોબર્ટ ડાઉની જુનિયરે હવે નવા સાહસમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. ડાઉનીએ હાલમાં એમેઝોનની રીમાર્સ ટેકનોલોજી એઆઇ કોન્ફરન્સમાં આ ગ્રહની સફાઇ માટે આધુનિક એઆઇ, રોબોટિક્સ અને નેનો ટેકનોલોજીની મદદથી એક નવા પ્રોજેક્ટ ધ ફુટ પ્રિન્ટર કોએલિશનની જાહેરાત કરી છે. ૮૧ મિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર ડાઉનીએ આ પ્રોજેક્ટની જાહેરાત કરતા કહ્યુ છે કે રોબોટિક્સ અને નેનોટેકનોલોજીની મદદથી અમે એક દશકમાં પૂર્ણ નહીં તો ઘણા ખરા પ્રમાણમાં કચરાથી ગૃહને સાફ કરી દઇશુ. જો કે આનો સંપૂર્ણ પ્રોજેક્ટ તો આગામી વર્ષે એપ્રિલમાં લોંચ કરવામાં આવનાર છે. પરંતુ આની જાહેરાતના કારણે સોશિયલ મિડિયામાં ધુમ મચાવી દીધી છે.
તમામ નેટીજન તેને રીયલ લાઇફ સેવિયર તરીકે જાઇ રહ્યા છે. રીલ લાઇફ આયરનમેનની આ પહેલ પર નેટ પર હજારો મીમ વાયરલ થઇ રહ્યા છે. એઆઇને લઇને તેનુ પેન્સન માર્વલનાટોની સ્ટાર્કના રૂપમાં દસ ફિલ્મ સુધી જ મર્યાિદત નથી. તે પોતાની પત્નિ સુસન ડાઉનીની સાથે મળીને યુટ્યુબ માટે પણ એક એઆઇ ડોક્યુમેન્ટરી સિરિઝ બનાવી રહ્યો છે. નશાના સકંજામાં રહ્યા બાદ અને તેનાથી મુÂક્ત મેળવી લીધા બાદ દુનિયાને બચાવવા માટે ડાઉનીનુ આ પગલુ તેના સંકટમાંથી બહાર નિકળીને દુનિયાના અહેસાનને ચુકાવી દેવાની પહેલ તરીકે જાવામાં આવે છે. બીજી બાજુ કેટલાક લોકો તેના ભુતકાળના ઇતિહાસને ધ્યાનમાં લઇને આ પહેલ પર પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ટ્વીટર અને અન્ય સોશિયલ મિડિયા પર લોકો આને એવેન્જર્સ એન્ડ ગેમ બાદ રીલ લાઇફમાં એવેન્જર્સની નવી શરૂઆત તરીકે જાઇ રહ્યા છે. છેલ્લા એક દોઢ મહિનાના ગાળામાં જ ડાઉનીના ટ્વીટર પર દોઢ મિલિયન ફોલોઅર્સ વધી ગયા છે. સ્વાભાવિક છે કે આયરન મેન ડાઉનીનો જાદુ હજુ નેટ પર વધારે જાવા મળે તેવી શક્યતા છે. ડાઉનીના સોશિયલ મિડિયા પર ફોલોઅર્સની વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ પર તેના ૪૦ મિલિયન અથવા તો ચાર કરોડ ફોલોઅર્સ છે. આવી જ રીતે ફેસબુક પર તેના ૨૯.૫ મિલિયન ફોલોઅર્સ છે. ટ્વિટર પર તેના ૧૩.૭ મિલિયન ફોલોઅર્સ રહેલા છે. અમેરિકન સ્ટારની લોકપ્રિયતા આજે પણ અકબંધ રહી છે.ડાઉનીને વિશ્વના સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે જાઇ શકાય છે.
શરૂઆતના ગાળામાં ફિલ્મો માટે ડાઉનીને યોગ્ય ગણવામાં આવ્યો ન બતો. મેલ ગિબ્સનને તેના સૌથી નજીકના મિત્ર તરીકે ગણવામાં આવે છે. ગિબ્સને તેની કેરિયરને આગળ લઇ જવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. પોતાની કેરિયરમાં ડાઉનીએ બેસ્ટ અભિનેતા માટેના બાફ્ટા એવોર્ડને જીતી લેવામાં સફળ રહ્યો છે. સાથે સાથે તે એકેડમી એવોર્ડ માટે નોમિનેશન મેળવી ચુક્યો છે. તેની પાસે કેટલીક મોટી ફિલ્મ રહેલી છે. ડાઉનીની કેરિયરમાં અનેક પ્રકારના વિવાદ રહ્યા છે. જેમાં કાયદાકીય ગુચમાંથી પસાર થવાની તેને ફરજ પડી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે તેના મિત્ર અને અભિનેતા મેલ ગિબ્સને સુપરસ્ટાર રોબટ ડાઉની જુનિયરની સાથે મળીને એર અમેરિકામાં ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ તમામ ચાહકોને પસંદ પડી હતી.