નવી દિલ્હી : રાજસ્થાનના પાટનગર જયપુરમાં મની લોન્ડરિંગ અને જમીન કૌભાંડના સંદર્ભમાં રોબર્ટ વાઢેરા અને તેમના મોરિન સહિત આરોપીઓની આજે પુછપરછ કરવામાં આવી હતી. આજે સવારે ઇડીની ઓફિસમાં વાઢેરાના પરિવારના સભ્યો પહોંચ્યા હતા. સુત્રોએ કહ્યું છે કે, ઇડીના લોકો વાઢેરાના જવાબથી સંતુષ્ટ નથી. કારણ કે, મોટાભાગના પ્રશ્નોના જવાબ એક જેવા જ વાઢેરા આપી રહ્યા છે. રોબર્ટ વાઢેરાએ મોટાભાગના પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, આ ફેકટ્સ તેમની વાસ્તવિકતામાં આવતા નથી. દસ્તાવેજામાં વેરિફિકેશનમાં પણ મર્યાિદત ધ્યાન આપી રહ્યા છે. ઇડીના આક્ષેપોને પણ ફગાવી રહ્યા છે. આજે સવારે પણ વાઢેરા ઉપસ્થિત રહ્યા હતા. ઇડીએ નાણાંની રકમ, કોલાયતમાં જમીન ખરીદવાના હેતુ, મહેશ નાગર સાથે સંબંધો જેવા પ્રશ્નો કર્યા હતા. આ ઉપરાંત તેમની માતાને પણ કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
દસ્તાવેજા ઉપર હસ્તાક્ષર અને સહમતિને લઇને પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સનસનાટીપૂર્ણ મની લોન્ડરિંગ કેસમાં યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરાની આજે પણ પુછપરછ કરવામાં આવી હતી. હજુ વધારે પુછપરછ કરવામાં આવે તેમ પણ માનવામાં આવે છે. અગાઉ ત્રીજા રાઉન્ડની પુછપરછમાં હિસ્સો લેવા માટે મધ્ય દિલ્હીના જામનગર હાઉસમાં ઇડી ઓફિસમાં પહોંચ્યા હતા. તેમની વકીલોની ટીમ એક કલાક પહેલા પહોંચી હતી. સુત્રોએ કહ્યુ છે કે અગાઉ રોબર્ટ વાઢેરાની પાસેથી ઇડીએ તેમની લંડનની પ્રોપર્ટી અંગેની વિગત માંગી હતી. સાથે સાથે સંજય ભંડારી નામના કારોબારી સાથે તેમના સંબંધની વિગત પણ માંગવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી વાઢેરાને લઇને પ્રશ્નોના જવાબ આપી રહી નથી. ઇડીએ કહ્યું છે કે, લંડન Âસ્થત ફ્લેટને ફરાર ડિફેન્સ ડીલર સંજય ભંડારીએ ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયામાં ખરીદી લીધું હતું.