લૂંટ, ચોરીના બનાવો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

દેશના જુદા જુદા ભાગોમાં હાલના દિવસોમાં વધતી લુંટ, ધાડ, ચોરી અને અન્ય અપરાધની ઘટનાઓના કારણે રસ્તા પર ચાલતા જતા લોકોમાં વ્યાપક ભય જોવા મળે છે. ખાસ કરીને મોટા શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. આવી વધતી જતી ઘટનાને રોકવા માટે પોલીસ દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં સ્થિતી સામાન્ય બની રહી નથી. લોકો પરેશાન થયેલા છે. ચેનાઇ, મુંબઇ, દિલ્હી, અમદાવાદ અને અન્ય મોટા શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. આ પ્રકારની ઘટનાઓથી સામાન્ય નાગરિક ખૌફમાં છે. રસ્તા પર ચાલતી મહિલાઓ અને પુરૂષોમાં વ્યાપક ખૌફ જોવા મળે છે. હવે દાગીના પહેરીને ચાલવા અને રોકડ રકમ લઇને જાહેર રસ્તા પર ચાલવાની બાબત ખતરાથી ખાલી નથી. અહીં સુધી કે મહિલાઓના ગળામાંથી ચેઇન આંચકી લેવાની ઘટના બની રહી છે. જેથી મહિલાઓ ગળામાં ચેન પહેરવામાં પણ ખટકાટ અનુભવ કરે છે.

રોજ આ પ્રકારની ઘટના બની રહી છે. આમાંથી કેટલીક ઘટના પોલીસ સુધી પહોંચે છે અને મોટા ભાગની ઘટના પોલીસ સુધી પહોંચતી નથી. પિડિત વ્યક્તિ પોતાને પરેશાન કરીને શાંત રહે છે. તેઓ પોલીસના ચક્કરમાં પડવા માંગતા નથી. ચાલતા જતી મહિલાઓને તો ખુબ સાવધાની રાખવી પડે છે. આ જ કારણસર હાલમાં અપરાધીઓનો જુસ્સો વધી રહ્યો છે. પગલા લેવામાં તંત્ર ઉદાસીન દેખાતા અપરાધીઓને ખુલ્લો દોર મળી ગયો છે. સ્થિતીની ગંભીરતાનો અંદાજ આના પરથી જ કરી શકાય છે કે હાલમાં  નિવૃત ડીઆઇજીની પત્ન પાસેથી ૪૦ ગ્રામ સોનાના દાગીના આંચકી ચેન્નાઇમાં અપરાધી ફરાર થઇ ગયા હતા. કમકમાટી મુકે તેવી ઘટના બની રહી હોવા છતાં પોલીસ વહીવટીતંત્ર મૌન છે. તમામ દાવા કરવામાં આવી રહ્યા હોવા છતાં આવી ટોળકીનો પર્દાફાશ કરવામાં સફળતા મળી રહી નથી. અપરાધીઓએ હવે તો મોબાઇલ હાથમાં લઇને ચાલવાની બાબત પણ મુશ્કેલ કરી દીધી છે. બહારના લોકો સરળતાથી આના શિકાર થઇ રહ્યા છે.

એટલુ જ નહીં થોડાક સમય માટે ઘરને જા બંધ કરીને અન્યત્ર જવામાં આવે તો લોક તોડીને દાગીના અને અન્ય ચીજાની ચોરી કરવાના બનાવ વધી રહ્યા છે. પોલીસ એકબે કેસમાં ચોરને પકડી પાડીને પોતાની પ્રશંસા કરતી રહે છે. જો કે આવા બનાવો અનેક બની રહ્યા છે. ચેન્નાઇની વાત કરવામાં આવે તો અહીં ૮.૫ લાખ લોકો રહે છે. જે પૈકી મોટા ભાગના લોકો કામદારો છે. મોટા ભાગના લોકો નોકરીદાર છે. જે મોડી રાત સુધી કામ કરે છે. આ લોકો મોડેથી ઘરે પરત ફરે છે. આવી સ્થિતીમાં ચોર અને લુંટારાના સરળતાથી શિકાર થઇ જાય છે. પોલીસ પાસે જ્યારે આવા મામલા પહોંચે છે ત્યારે પોલીસ ફરિયાદ કરનારને જ જેમ તેમ સવાલ કરતા રહે છે. હાઇ પ્રોફાઇલ વિસ્તારોમાં પણ ચોરી, લુટની ઘટનાઓ બની રહી છે. આવી વધતી જતી ઘટનાઓના કારણે પોલીસની નિષ્ક્રિયતા ખુલી પડી ગઇ છે. પોલીસ કર્મચારીઓ વધારે અસરકારક બનીને તેમની પાસે રહેલી વ્યવસ્થાનો ઉપયોગ કરીને આગળ વધે તે જરૂરી છે.

Share This Article