માર્ગ અકસ્માતોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની કોઇ અસર દેખાઇ રહી નથી. માર્ગ અકસ્માતોના કારણે દેશમાં દરરોજ ૪૦૦થી પણ વધારે લોકોના મોત થઇ રહ્યા છે. હાલમાં જારી કરવામાં આવેલા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે માર્ગ અકસ્માતોના કારણે દેશમાં હાલત કફોડી બનેલી છે. આના માટે કોઇ એકને કોઇ પણ રીતે જવાબદાર ઠેરવી શકાય નહીં. હાલમાં જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે માર્ગ અકસ્માતોની વાત કરવામાં આવે તો ઉત્તરપ્રદેશ અને તમિળનાડુમાં સૌથી વધારે અકસ્માત થાય છે.
માર્ગ અકસ્માતોના કારણે આંકડા ચિંતાજનક રીતે સપાટી પર આવ્યા બાદ વધુ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. માર્ગ અકસ્માતોને રોકવા માટે માર્ગો પર દરેક પ્રકારના સિગ્નલ, બંપ અને ડિવાઇડર રાખવામાં આવ્યા હોવા છતાં બનાવો બની રહ્યા છે. માર્ગ અકસ્માતોને રોકવા માટે ભરચક રહેતા વિસ્તારોમાં રસ્તાને પણ વધારે પહોળા કરવામાં આવ્યા છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા હાલમાં રજૂ કરવામાં આવેલા આંકડા તમામ લોકોને ચિંતામાં મુકે તેવા રહેલા છે. આંકડા મુજબ માર્ગ દુર્ઘટનામાં વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૭માં ક્રમશ ૧.૪૬ લાખ અને ૧.૫ લાખ લોકોના મોત થયા છે. ત્રણ વર્ષના ગાળામાં જ ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે માર્ગ દુર્ઘટનામાં મોત થયા છે. ત્યારબાદ બીજા સ્થાને તમિળનાડુ છે.
તમિળનાડુમાં પણ મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતો થતા રહે છે. બંને રાજ્યોની વાત કરવામા આવે તો વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭માં દેશભરમાં થયેલા તમામ મોત પૈકી એક ચતુર્થાંશ મામલા આ બંને રાજ્યોમાં નોંધાયા છે. માર્ગ અકસ્માતોમાં થનાર મોતના મામલામાં રાજસ્થાન પણ પાછળ નથી. તે પાંચમાં સ્થાન પર છે. મધ્યપ્રદેશ છઠ્ઠા સ્થાન પર છે. વર્ષ ૨૦૧૫માં રાજસ્થાનમાં ૧૦૫૧૦ લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે મધ્યપ્રદેશમાં ૯૩૧૪ લોકોના મોત થઇ ગયા હતા. વર્ષ ૨૦૧૭ની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં માર્ગ અકસ્માતના કારણે થનાર મોતની સંખ્યામાં આંશિક ઘટાડો થયો હતો. આ આંકડો ઘટીને ૧૦૪૪૪ સુધી નીચે પહોંચી ગયો હતો. અલબત્ત મધ્યપ્રદેશમાં મરનાર લોકોની સંખ્યામાં વધારો થયો હતો અને આંકડો વધીને ૧૦૧૭૭ સુધી પહોંચી ગયો હતો. માર્ગ અકસ્માતોના કારણોની વાત કરવામાં આવે તો કેટલાક કારણો રહેલા છે. જે પૈકી જે કારણ મોટા ભાગે સપાટી પર આવી ચુક્યા છે તેમાં ઓવર સ્પીડ અને નશામાં રહીને વાહન ચલાવવાની બાબત સૌથી ઉપર રહી છે. ચાલકનુ ધ્યાન અન્યત્ર જવાની સ્થિતીમાં પણ માર્ગ અકસ્માત થઇ જાય છે. ખોટી લેનમાં ગાડી ચલાવવાના કારણે પણ અકસ્માતો થઇ જાય છે. કાર ચલાવતી વેળા સીટ બેલ્ટ ન પહેરવાની સ્થિતીમાં પણ માર્ગ અકસ્માતમાં ખતરો વધારે રહે છે.
આ ઉપરાંત લાલ બત્તીને જંપ કરવાની બાબત પણ અકસ્માતને આમંત્રણ આપે છે. બાઇક અથવા તો મોટરસાઇયકલ ચલાવતી વેળા હેલ્મેટ ન પહેરવાની બાબત પણ અસર કરે છે. હેલ્મેટ યોગ્ય ગુણવત્તા સાથે પહેરવાની બાબત ઉપયોગી રહે છે. જા કેટલાક પગલા લેવામાં આવે તો માર્ગ અકસ્માતોને કેટલાક અંશે રોકી શકાય છે. જે પૈકી સૌથી પહેલા તો નશા અને ઓવરસ્પીડમાં ગાડી ચલાવનારની સામે કાર્યવાહી થાય તે જરૂરી છે. માર્ગ અકસ્માતોને રોકવા માટે દેશના કેટલાક ભાગોમાં જે માર્ગોની સ્થિતી છે તેમાં પણ સુધારો કરવાની જરૂર છે. ટ્રાફિકને નિયંત્રિત કરી શકે તેવા સાધન પુરતા પ્રમાણમાં તમામ રસ્તા પર સ્થાપિત કરવામાં આવે તે જરૂરી છે. આ તમામ સાધન યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તેની ચકાસણી થવી જોઇએ. રોન્ગ સાઇડમાં ક્યારેય ગાડી ચલાવવી જાઇએ નહીં. સેફ્ટી ગિયર અને સીટ બેલ્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અકસ્માતોને ટાળી શકાય છે. માર્ગ અકસ્માત ભારતમાં મોટા ખતરા તરીકે રહે છે. જા કે આના કારણ પણ મોટા ભાગે લાપરવાહી અને બેદરકારી હોય છે.
અકસ્માતોને રોકવા માટે જુદી જુદી સમિતિ દ્વારા અનેક વખત ભલામણ કરવામાં આવી છે. આ ભલામણો તરફ ધ્યાન આપીને પગલા લેવામાં આવ્યા હોવા છતાં માર્ગ અકસ્માતોને રોકવા માટે તંત્રને નોંધનીય સફળતા મળી નથી. આંકડા પરથી આ બાબત સાબિત થઇ જાય છે.