મુંબઇ : બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા નવી લાઇફની શરૂઆત કરવા જઇ રહી છે. તે નિક જોનસ સાથે પહેલા ખ્રિસ્તી રિવાજ સાથે લગ્ન કર્યા બાદ હવે બીજી ડિસેમ્બરના દિવસે હિન્દુ પરંપરા મુજબ લગ્ન કરનાર છે. પ્રિયંકા અને નિકના લગ્નને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. દરેક હિન્દુ લગ્નની જેમ પ્રિયંકા ચોપડાની કન્યાદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ રશમને લઇને ખાસ માહિતી સપાટી પર આવી છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કહી શકાય છે કે કઝિન પરિણિતી ચોપડાના માતાપિતા રીના અને પવન ચોપડા કન્યાદાનની વિધી કરનાર છે.
પવન ચોપડા અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પિતા સ્વર્ગસ્થ અશોક ચોપડાના નાના ભાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩માં પ્રિયંકા ચોપડાનુ નિધન થયુ હતુ. જાણકારી મુજબ પહેલી ડિસેમ્બરના દિવસે ખ્રિસ્તી રિવાજ સાથે લગ્ન કર્યા બાદ હવે હિન્દુ વિધી મુજબ લગ્ન કરનાર છે. જાધપુરમાં ભવ્ય લગ્ન કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે.
વેડિંગ વેન્યુ ઉમ્મેદ ભવન પેલેસના બારાદરી લોનમાં લગ્નની તૈયારી કરવામાં આવી છે. બીજી ડિસેમ્બરના દિવસે બારાદરી લોનના કાર્યક્રમમાં તમામ કાર્યક્રમ યોજાશે. આ લોનને જારદાર રીતે સજાવવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે લગ્ન માટે નિક જાનસ હેલિકોપ્ટરથી એન્ટ્રી કરનાર છે. ત્યારબાદ વિન્ટેજ કાર અથવા તો ઘોડી સાથે લગ્નના સ્થળ પર પહોંચનાર છે. જોધપુરમાં લગ્નમાં સામેલ થનાર લોકો પૈકી મોટા ભાગના મહેમાનો પહોંચી ગયા છે. તમામ બોલિવુડ હસ્તીઓ પણ લગ્નમાં ભાગ લેવા માટે પહોંચનાર છે.સૌથી મોંઘા લગ્ન પૈકી એક તરીકે આને ગણવામાં આવે છે.