પોતાનો જન્મદિવસની ઉજવણી એ રીતે કરતાં હોય છે કે લોકો માટે જીવનભરનું સંભારણું બની રહે. આવી જ એક અનોખી પહેલ ઇન્ડિયાઝ નેક્સ ટોપ મોડેલ સિઝન ૩ની વિનર રિયા સૂબોધ દ્વારા કરવામાં આવી.
ઇન્ડિયાઝ નેક્સ ટોપ મોડેલ સિઝન ૩ની વિનર રિયા સુબોધે શહેરના એક વૃદ્ધાશ્રમ ખાતે ૨૩ મેના રોજ પોતાનો જન્મદિવસની ઉજવણી કરી હતી. ગુજ્જુ ગર્લ રિયાએ પોતાનો જન્મદિવસ અલગ રીતે જ ઉજવ્યો હતો. રિયા મુંબઇમાં રહે છે, પોતાનો જન્મદિવસ ઉજવવા માટે તે અમદાવાદ આવી હતી. તેણે અમદાવાદના જીવનધારા વૃદ્ધાશ્રમમાં પોતાનો જન્મદિવસ વડીલોની વચ્ચે ઉજવ્યો હતો.
પોતાના માતા પિતાને તરછોડી દીધા બાદ તેમના બાળકોને તેમની યાદ પણ આવતી નથી. રિયાએ વડીલો વચ્ચે પોતાનો સ્પેશિયલ દિવસ વિતાવ્યો. આખો દિવસ તેમની સાથે રહીને તેમની દીકરી બની ગઇ હતી. દરેકની વડીલ સાથે વાત કરી તેમની પીડા વહેંચી હતી.
સાંજે વડીલો સાથે જ કેક કાપીને તેણે પોતાના બર્થ ડેની ઉજવણી કરી હતી. રિયાના આવવાથી ઘરડાઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. વડીલોએ રિયાને આશીર્વાદ આપ્યા હતા. એક દિવસ કોઇકના ચહેરાની સ્માઇલ બનવું તેનો પણ એક અલગ જ એહસાસ હોય છે.