રિવરસાઇડ સ્કૂલની વિદ્યાર્થીની અનિકા તોદી ‘ISSO નેશનલ ગેમ્સ’માં ઝળકી, બે સિલ્વર મેડલ જીત્યા

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ: રિવરસાઇડ સ્કૂલની વિદ્યાર્થીની અનિકા તોદીએ “ISSO નેશનલ ગેમ્સ : એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025-26” માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ચેમ્પિયનશિપ, 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન, હૈદરાબાદમાં યોજાઇ હતી.

અનિકાએ શોટ પુટ(ગોળા ફેંક) અને ભાલા ફેંક બંનેમાં સિલ્વર મેડલ જીત્યા છે. ખાસ નોંધનીય છે કે, અનિકાએ સતત ત્રીજી વખત અંડર-17 કેટેગરીમાં ISSO નેશનલ્સ સ્પર્ધામાં પોતાની પ્રતિભા દર્શાવીને મેડલ જીત્યા છે.

પોતાના અભ્યાસ અને રમતગમતને સંતુલિત કરવા સંદર્ભે અનિકા કહે છે કે, “એડવાન્સ્ડ સબસિડિયરી (AS) સ્તરની વિદ્યાર્થીની બનવાની કઠોર માંગણીઓ છતાં, વાસ્તવમાં એથ્લેટિક્સ પ્રત્યેનો મારો જુસ્સો, મને મારા અભ્યાસમાં ધ્યાન અને શિસ્ત જાળવવામાં મદદ કરે છે.”

ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન (ISSO) દ્વારા આયોજિત તથા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) અને ઇન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ ફેડરેશન (ISF) દ્વારા માન્યતા પ્રાપ્ત, આ ચેમ્પિયનશિપ IB, કેમ્બ્રિજ, જર્મન અને અમેરિકન બોર્ડ સહિત આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમો ઓફર કરતી શાળાઓ માટે ભારતનું મુખ્ય સ્પર્ધાત્મક પ્લેટફોર્મ છે.

આ ચેમ્પિયનશિપમાં ભારતભરની 90 પ્રીમિયર સ્કૂલોના 800 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ્સમાં છોકરાઓ અને છોકરીઓ બંને માટે અંડર-14, અંડર-17 અને અંડર-19 કેટેગરીમાં સ્પ્રિન્ટ્સ, રિલે, ડિસ્ટન્સ રેસ, જમ્પ અને થ્રો જેવી એટલેટીક્સ સ્પર્ધાઓ સામેલ હતી.

Share This Article