રાજકોટ મહાનગરને રીવર ફ્રન્ટની ભેટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
  • રાજકોટ મહાનગરને રીવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય
  • આજી-૧ ડેમથી આજી ડેમ-ર નો બેડી ગામ પાસેથી પસાર થતો ૧પ૦ ફૂટ રીંગ રોડ સુધીનો ૧૧ કિ.મી. વિસ્તાર મહાપાલિકાને રીવર ફ્રન્ટ બનાવવા સોંપાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગરને રીવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકાને આજી-૧ ડેમથી આજી ડેમ-ર ના ઉપરવાસમાં બેડી ગામ પાસેથી પસાર થતા ૧પ૦ ફૂટ રીંગ રોડ સુધીનો ૧૧ કિ.મી. જેટલો વિસ્તાર આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સોંપવાનો નિર્ણય કર્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, આજી રીવર ફ્રન્ટ રીડેવલપમેન્ટની આ કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાતાં રાજકોટના નગરજનોને પ્રવાસન પર્યટન આનંદ-પ્રમોદનું જોવા-ફરવા લાયક નવતર નજરાણું પ્રાપ્ત થશે.

 

Share This Article