ઋષિકેશમાં રિવર રાફટિંગ બંધ -HC

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉત્તરાખંડ એ વોટર એડવેન્ચર માટે ભારતમાં જાણીતુ છે. ભારતમાંથી બધા લોકો વોટર એડવેન્ચર માટે ઉત્તરાખંડ જતાં હોય છે. એડવેન્ચર પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર છે. ઉત્તરાખંડ હાઇકોર્ટે ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ પર બેન લગાવી દીધો છે. સાથે જ પેરાગ્લાઇડિંગ પણ બંધ કરાવી દીધું છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસના રિપોર્ટ પ્રમાણે હાઇકોર્ટે નવી પોલિસી ઘડવા માટે કહ્યુ હતુ. બાદમાં હવે ઋષિકેશમાં વોટર એડવેન્ચર માટે ભારતીય લોકો જઇ શકશે નહી. ઉત્તરાખંડમાં લોકો એડવેન્ચર માટે ખાસ જતાં હોય છે. પરંતુ આ ખબર તેમને નિરાશ કરી શકે છે. ઋષિકેશ એ ખૂબ જ પોપ્યુલર ટુરિસ્ટ પ્લેસ છે.

રાજ્યમાં ઘણી પ્રાઇવેટ કંપનીઓ લીગલ નહોતી અને એડવેન્ચરના નામે પ્રદુષણ ફેલાવતી હતી. હાઇકોર્ટે આ મહત્વનો નિર્ણય લેવો પડ્યો છે. હવે ફરી એક વાર નવી પોલિસી સાથે પાછા ફરશે. ત્યારે જોવાનું રહેશે કે નવી પોલિસીમાં ચોખ્ખાઇ માટે કેટલા નવા રુલ્સ બનાવવામાં આવ્યા છે. નવી પોલિસી પ્રમાણે કેવી રીતે રિવર રાફ્ટીંગ અને પેરાગ્લાઇડિંગ કરી શકશો. હાલ પૂરતુ તો હાઇકોર્ટના નિર્ણય પ્રમાણે ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ પર બેન  લાદવામાં આવ્યો છે.

Share This Article