મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર અને બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખને માફી માંગવાનો વારો આવ્યો છે. રિતેશ દેશમુખે મુંબઇના રાયગઢ ફોર્ટમાં છત્રપતિ શિવાજીના પૂતળા સામે ફોટોશૂટ કરાવ્યુ હતુ. બાદમાં આ તસવીરોને ટ્વિટર પર શેર કરી હતી. જેને જોઇને ઘણા લોકોએ રિતેશનો વિરોધ કર્યો હતો. આ બાબત માટે રિતેશે માફી પણ માંગી લીધી હતી.
રિતેશ 5 જુલાઇએ પ્રોડ્યુસર રવિ જાદવ અને વિશ્વાસ પાટીલ સાથે ફોર્ટમાં ગયો હતો. રિતેશે કહ્યું કે તે શિવાજી પાસે પ્રેરણા લેવા માટે ગયા હતા. તે તેમના સન્માનમાં નીચે જુક્યા અને તેમને માળા પહેરાવી હતી. તેમના ચરણોમાં બેસીને ફોટો પડાવ્યો અને સોશિયલ મિડીયા પર શેર કર્યો હતો. રિતેશે કહ્યુ કે તેના મનમાં તે સમયે પણ શિવાજી પ્રત્યે ભક્તિ જ હતી. તે કોઇને પણ દુખ પહોંચાડવા નહોતો માંગતો.
બીજેપી સાંસદ અને મરાઠા રાજાના વંશજ સમ્ભાજી છત્રપતિએ કહ્યું હતુ કે રિતેશે જે કર્યુ તે નિંદનીય છે. આવી જગ્યાઓ માટે અમુક કાયદા છે. જેનુ પાલન દરેક વ્યક્તિએ કરવુ જોઇએ.
બાદમાં રિતેશે ફોટોશૂટ માટે માફી પણ માંગી લીધી હતી.