અમદાવાદ : ઇન્ટીગ્રેડેટ સપ્લાય ચેઇન કંપની રિટ્કો લોજિસ્ટિક્સ લિમીટેડ કે જે ભારતમાં જમીન આધારિત હેરફેર, વેરહાઉસ અને અન્ય મૂલ્ય વર્ધિત સેવાઓ પૂરી પાડે છે તે પોતાની પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ કે ઇસ્યુ)ને બીએસઇ લિમીટેડના એસએમઇ પ્લેટફોર્મ પર તા.૨૮મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ ખુલ્લી મુકશે. આ આઇપીઓ તા.૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ બંધ થશે, તેનું કંપનીના રૂ. ૧૦ની ફેસવેલ્યુ ધરાવતા શેરો (ઇક્વિટી શેર્સ)નું પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ. ૭૧થી ૭૩નું રહેશે એમ રિટ્કો લોજિÂસ્ટક્સ લિ.ના ચેરમેન-એમડી સંજીવકુમાર એલ્વાધી અને પ્રેસીડેન્ટ એમપીએસ ચઢ્ઢાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિટ્કો લોજિÂસ્ટ્ક લિ.કંપનીની રૂ. ૪,૮૧૮.૦૦ લાખના (ઓફર)ના પ્રત્યેક એવા રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ૬૬,૦૦,૦૦૦ ઇક્વિટી શેર્સની પ્રારંભિક જાહેર ઓફરમાં કુલ રૂ. ૩,૬૫૦.૦૦ લાખના ૫૦,૦૦,૦૦૦ ઇક્વિટી શેર્સ(નવા ઇસ્યુ)નો સમાવેશ થાય છે.
આ ઓફરમાં સંજીવ કુમાર એલ્વાધી (પ્રમોટર સેલીંગ શેરહોલ્ડર ૧) દ્વારા ૮,૩૩,૦૦૦ ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર અને મનમોહન સિંઘ ચઢ્ઢા (પ્રમોટર સેલીંગ શેરહોલ્ડર ૨) કુલ રૂ. ૧,૧૬૮.૦૦ લાખના ૧૬,૦૦,૦૦૦ ઇક્વિટી શેર્સ સેલીંગ શેરહોલ્ડર્સના શેરનું વેચાણ (ઓફર ફોર સેલ) કરશે. ઓફર અને ચોખ્ખી ઓફરમાં ઓફર બાદની કંપનીની સંપૂર્ણ ભરપાઇ થયેલી મૂડીના અનુક્રમે ૨૬.૯૬ ટકા અને ૨૫.૬૦ ટકાનો સમાવેશ થશે. રિટ્કો લોજિÂસ્ટક્સ લિ.ના ચેરમેન-એમડી સંજીવકુમાર એલ્વાધી અને પ્રેસીડેન્ટ એમપીએસ ચઢ્ઢાએ વધુમાં ઉમેર્યું કે, ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુ શેરદીઠ રૂ. ૧૦ છે. ઇસ્યુમાંથી ઊભી થનારી રકમનો ઉપયોગ વેરહાઉસના વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન ડિજીટલ પ્લેટફોર્મના વિકાસ, ફ્લીટ સેન્ટર અપગ્રેડેશન/ વિકાસ, કંપનીની કાર્યશીલ મૂડીમાં ભંડોળ પૂરા પાડવું અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે થશે. સેબીના સંબિધિત પરિપત્ર અને સેબી (ઇસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૮ અનુસાર, જે રોકાણકારો જાહેર ઓફરમાં અરજી કરતા હોય તેઓ ફક્ત એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (અસ્બા) પ્રક્રિયાનો અરજી માટે ઉપયોગ કરશે જેઓ બેન્ક ખાતાની વિગતોનો ઉપયોગ કરશે જે સમાન હેતુ માટે સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડીકેટ બેન્ક્સ (એસસીબી) દ્વારા બ્લોક કરવામાં આવશે.
વધુમાં સેબીના સંબંધિત પરિપત્ર અનુસાર, નાના વ્યક્તિગત રોકાણકારો કે જે જાહેર ઓફરમાં અરજી કરતા હોય તેઓ એપ્લીકશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (અસ્બા) સવલતનો અરજી કરવા માટે ઉપયોગ કરશે અથવા તો તેઓ એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ સાથે અરજી કરવા માટે ચૂકવણી વ્યવસ્થા તરીકે યુપીઆઇ(યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)નો ઉપયોગ કરી શકે છે. પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાયવેટ લિમીટેડ એ ઇસ્યુના બુક રનીંગ લિડ મેનેજર છે અને લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાયવેટ લિમીટેડ ઇસ્યુના રજિસ્ટ્રાર છે. રિટ્કો લોજિસ્ટિક્સના ઇક્વિટી શેર્સની બીએસઇ લિમીટેડના એસએમઇ પ્લેટફોર્મ પર સૂચિત નોંધણી કરાશે.