CBI ના નવા ડિરેકટર તરીકે ઋષિકુમાર શુકલાની વરણી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાઈપાવર્ડ પસંદગી સમિતિએ સીબીઆઈના ડિરેકટર તરીકે આઈપીએસ અધિકારી ઋષિકુમાર શુકલાની નિમણૂક કરી હતી. ઋષિકુમારની આજે નિમણૂક કરવામાં આવતા આને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. ૧૯૮૩ની બેચના ઓફિસર શુકલા મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ડિરેકટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) છે. શુકલા બે વર્ષની નિશ્ચિત અવધિ માટે કામ કરશે. આ બે વર્ષના ગાળા દરમિયાન તેમની સામે અનેક પ્રકારના પડકાર રહેશે. સૌથી મોટો પડકાર તપાસ સંસ્થાની વિશ્વસનિયતા પુનઃ સ્થાપિત કરવાની રહેશે. શુકલા લીડરશપની કટોકટી મારફતે સીબીઆઈની ટીમ પસાર થઈ રહી છે ત્યારે મોટી જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. અધિકારીઓમાં નારાજગીને દુર કરવાની પણ તેમની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. અધિકારીઓ હાલમાં અયોગ્ય ટ્રાન્સફરના કારણે નારાજ દેખાયા રહ્યા હતા. શુકલા એવા સમયે જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે અન્ય પ્રકારના પડકારો પણ રહેલા છે. તેમની સામે અનેક મહત્વપૂર્ણ કેસ રહેલા છે.

જેમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ કેસ, ટુજી સ્કેમ, કોલસા કૌભાંડ, એર ઈન્ડિયા કૌભાંડ, કોંગ્રેસના નેતાઓ ચિદરમ્બરમ, ભુપેન્દ્રસિંહ હુડા, ઉત્તરપ્રદેશ જમીન માઈનીંગ કૌભાંડ, શારદા કૌભાંડ, રોસવેલી ચીટ ફંડ કૌભાંડ, આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ વડા ચંદા કોચર સામે એફઆઈઆર સહિતના મામલામાં તેમની સામે તપાસ કરવાની જવાબદારી છે. આજે આદેશ જારી કરવામાં આવ્યા બાદ હવે તેઓ મોટા પડકાર સ્વીકારવા જઈ રહ્યા છે. સીબીઆઈમાં હાલ જારદાર ખેંચતાણ ચાલી રહી હતી.

રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે જોરદાર ખેંચતાણ રહ્યા બાદ સીબીઆઈની પ્રતિષ્ઠાને જારદાર ફટકો પડ્યો હતો. ૧૦મી જાન્યુઆરીના દિવસે આલોક વર્માને ડિરેકટરના હોદ્દાથી દુર કરાયા બાદ તેમની જગ્યાએ એમ.નાગેશ્વર રાવની વચગાળાની વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. સીબીઆઈ ડિરેકટરની નિમણૂંકમાં વિલંબ થયા બા સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ હાઈપાવર્ડ કમિટીની બેઠકમાં પણ પડકાર ઉભા થયા હતા. સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યક્ત કર્યા બાદ એક દિવસ પછી જ નવા ડિરેકટરના નામને મંજુરી આપવામાં હતી. હાઈપાવર્ડ કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સીજેઆઈના પ્રતિનિધિ સામેલ છે. ઋષિકુમાર શુકલા ૧૯૮૪ની બેચના આઈપીએસ ઓફિસર છે. તેઓ મધ્યપ્રદેશના ડીજીપી રહી ચુક્યા છે.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/92b4a68419f76d1c4b929c3ba0a6ab27.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151