ઋષી કપૂર અને તાપસીની ફિલ્મ મુલ્કનું ટીઝર થયુ રિલીઝ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ઋષિ કપૂરે કરેલી છેલ્લી ફિલ્મ 102 નોટ આઉટ પરદા પર સફળ રહી હતી. હવે ઋષિ કપૂર અને તાપસી પન્નુની ફિલ્મ મુલ્ક આવી રહી છે. જેનું ટીઝર આજે રિલીઝ થયુ છે. ફિલ્મનું ટીઝર ખૂબ સુંદર છે. ભારત અને પાકિસ્તાનના સંબંધો પહેલેથી જ નાજુક રહ્યા છે. ત્યારે જો કોઇ પાકિસ્તનની ફેવરમાં બોલે તો તેને દેશદ્રોહી કહીને પાકિસ્તાન જતુ રેહવાનુ કહેવુ તે જનતા ચૂકતી નથી. ત્યારે મુલ્કની વાર્તા પણ કંઇક આવી જ છે. ફિલ્મના ટીઝરમાં ઋષિ કપૂર અને તેના પરિવાર પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરિવારના સન્માન માટે લડતો મોહમ્મદ દર્શાવવામાં આવ્યો છે.

તાપસી પન્નુ આ ફિલ્મમાં વકીલ બની છે. શાહરુખ સાથે રા.વન બનાવનાર અનુભવ સિન્હા આ ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં ઋષિ કપૂર મુરાદ અલી મોહમ્મદનો રોલ કરી રહ્યા છે. તાપસી પન્નુ આરતી મોહમ્મદના રોલમાં વકીલ બની છે. તાપસી પન્નુ અને ઋષિ કપૂર પહેલા પણ ચશ્મે બદ્દુર ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે.

ટીઝરમાં બે ડાયલોગ છે જે તાપસી પન્નુ દ્વારા બોલાયેલા છે. આ ફિલ્મનો કોનસેપ્ટ પણ અલગ છે. તાપસીએ વધુમાં જણાવ્યુ હતુ કે આ ફિલ્મમાં બધાએ દિલથી કામ કર્યુ છે.

Share This Article