આઇપીએલમાં ૨૨ એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સનો ૧૫ રને પરાજય થયો હતો.
આ મેચ નો બોલના વિવાદને કારણે ચર્ચામાં રહી હતી. જેના કારણે દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ પ્રવીણ આમરે પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
રિષભ પંત પણ આ મેચમાં ગુસ્સે થયો હતો. તેણે ખેલાડીઓને ડગઆઉટમાં પાછા બોલાવવાનો સંકેત આપ્યો હતો. પંતના આ વલણે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને નારાજ કરી દીધા હતા. તેણે હવે પંત પર નિશાન સાધ્યું છે.
રોયલ્સ સામેની હાર બાદ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં વધુ નીચે સરકી ગઈ છે. અત્યારે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો દિલ્હીની ટીમ ૬ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.
ઋષભ પંતની ટીમ આઈપીએલ ૨૦૨૨માં અત્યાર સુધી સાત મેચ રમી છે, જેમાં ત્રણમાં જીત અને ચારમાં હાર થઈ છે. કેપ્ટન પંતને બેટ સાથે થોડી વધુ જવાબદારી નિભાવવાની જરૂર છે.
એમએસ ધોનીના ફેન આ ડાબોડી બેટ્સમેન ૧૫મી સિઝનમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું માનવું છે કે પંતે ધોનીના પુસ્તકમાંથી કંઈક શીખવું જાેઈએ.
વીરેન્દ્ર સેહવાગે ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું કે, ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ માટે મહત્વપૂર્ણ રહેશે. સલામી બેટ્સમેન જાે ફાયર કરે તો પણ પંત માટે મધ્યમાં રન બનાવવા જરૂરી છે. જાે તે એમએસ ધોનીનો ફેન છે તો પંતે તેની પાસેથી શીખવું જાેઈએ.
સેહવાગે વધુમાં કહ્યું કે રિષભમાં છેલ્લી ઓવરમાં ૨૦-૨૫ રન બનાવવાની ક્ષમતા છે. પરંતુ આ માટે તેણે છેલ્લી ઓવર સુધી ક્રિઝ પર રહેવું પડશે. તાજેતરમાં જ ૪૦ વર્ષીય એમએસ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં ફિનિશિંગ ટચ બતાવ્યો હતો.
છેલ્લી ઓવરમાં ચેન્નાઈને મેચ જીતવા માટે ૧૭ રનની જરૂર હતી. જ્યારે છેલ્લી ઓવરના પહેલા બોલ પર CSKની વિકેટ પડી હતી. આ પછી ડ્વેન બ્રાવોએ એક રન લઈને ધોનીને સ્ટ્રાઈક આપી હતી.
માહીએ CSKની ઇનિંગ્સની છેલ્લી ઓવર ફેંકી રહેલા જયદેવ ઉનડકટના બાકીના ચાર બોલમાં ૧૬ રન બનાવીને મુંબઈના જડબામાંથી વિજય ખેંચી લીધો હતો.