ઋષભ પંત D2H સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

ડીશ ટીવી ઇન્ડિયા લિમીટેડની અગ્રણી ડીટેચ બ્રાડ D2Hએ આજે ભારતીય ક્રિકેટર ઋષભ પંતને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યો હોવાની ઘોષણા કરી હતી, ઋષભ પંત હવે પછીના બે વર્ષો માટે 360 ડિગ્રી બ્રાન્ડ કોમ્યુનિકેશનમાં દેખા દેશે. 

ડીશ ટીવી ઇન્ડિયા લિમીટેડના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને ગ્રુપ સીઇઓ શ્રી અનિલ દુઆએ જણાવ્યું હતુ કે ઋષભ પંતને અમારી D2H બ્રાડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લેતા ખુશી અનુભવીએ છીએ. અમારી બ્રાન્ડઝ અમારી સૌથી મોટી મજબૂતાઇ છે. D2H બ્રાન્ડમાં રોકાણ તેને વધુ મજબૂત બનાવવા જઇ રહ્યુ છે. D2H બ્રાડ અને ઋષભ પંત વચ્ચે બ્રાન્ડ એમ્બેસેડર તરીકેનું ગાઢ જોડાણ D2Hનું તેના TGસાથે ઊંડુ જોડાણ બનાવવામાં સહાય કરશે.” 

આ ભાગીદારી પર બોલતા ઋષભ પંતે જણાવ્યુ હતુ કે, ” D2H એ ઉદ્યોગમાં ક્રાંતિકારી નવીનતાનો લાંબો રેકોર્ડ ધરાવતી મોટી DTH બ્રાન્ડ છે. D2H સાથે સંકળાયેલું હોવું અદભૂત છે અને તેને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ટીમ સાથે નજીકથી કામ કરવા માટે આતુર છું.

નવા બ્રાન્ડ એમ્બેસેડર વિશે ટિપ્પણી કરતા, D2H, ડીશ ટીવી ઇન્ડિયા લિમીટેડના કોર્પોરેટ વડા- માર્કેટિંગ સંભાળતા સુગાતો બેનર્જીએ જણાવ્યું હતુ કે, “સ્ટમ્પ પાછળ તેની અમર્યાદ ઉર્જા અને શોટ બનાવવાની નવીનતા સાથે ઋષભ ઝડપથી ક્રિકેટના મેદાન પર એક વિશિષ્ટ મનોરંજન કરનાર બની ગયો છે. તે જ્યારે મેદાનમાં પ્રત્યેક વખતે પ્રવેશે છે ત્યારે એક તણખો પેદા થાય છે અને સમગ્ર દેશમાં 18-35 વય જૂથને અપીલ કરે છે, જે અમારા મુખ્ય પ્રેક્ષકો છે. અમે તેને D2H બ્રાન્ડ મૂલ્યો સાથે મજબૂત ફિટ તરીકે જોઈએ છીએ. અમને વિશ્વાસ છે કે ઋષભ સાથેનું આ જોડાણ બ્રાન્ડ D2Hને એક સ્તર પર લઈ જશે. જાગરૂકતા અને આકર્ષણના નિર્માણમાં સતત રોકાણ દ્વારા ટૂંક સમયમાં વધુ મજબૂત, વધુ નિર્ધારિત સ્થિતિ.”

 D2H પાસે એક મજબૂત ચેનલ પોર્ટફોલિયો છે અને ઇન્સ્ટોલેશન સમયે યોગ્ય ડેમો સાથે અસરકારક રીતે 24*7 ગ્રાહક સપોર્ટ પૂરો પાડે છે. વધુમાં, તે 61 HD ચેનલો પણ વિતરિત કરશે, વિવિધ આકર્ષક બુકેટ્સ અને ઑફર્સ હેઠળ તમામ લોકપ્રિય પ્રાદેશિક ચૅનલોનું યજમાન, શૈક્ષણિક ચૅનલો અને કન્ટેન્ટથી ભરપૂર સક્રિય સેવાઓ તમામ વય જૂથોના ગ્રાહકો માટે જેમ કે ફિટનેસ એક્ટિવ, આયુષ્માન એક્ટિવ, ડાન્સ એક્ટિવ, થ્રિલર. એક્ટિવ, કોમેડી એક્ટિવ, કિડ્સ એક્ટિવ અને ઘણું બધું.

Share This Article