લગાનનાં ઈશ્વરકાકા ઉર્ફે શ્રીવલ્લભ વ્યાસે લીધી ચીર વિદાય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડનાં જાણીતા કલાકાર શ્રીવલ્લભ વ્યાસ જીવનનાં રંગમંચ પરથી વિદાય લીધી છે. આમિરખાનની ફિલ્મ લગાનમાં ઈશ્વરકાકાનાં પાત્રથી તે વધારે ફેમસ બન્યા હતા. શ્રીવલ્લભની ઉંમર 60 વર્ષ હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી પેરાલીસીસ એટેકનાં ભોગ બનેલા અને પથારીવશ હતા. 60 વર્ષની ઉંમરે શ્રીવલ્લભનું નિધન જયપૂરમાં થયુ.

બોલિવુડમાં શ્રીવલ્લભનું યોગદાન અતુલ્ય રહ્યું છે. તેમણે કેતન મહેતાની “સરદાર”, સરફરોશ, વેલકમ ટુ સજ્જનપુર, બંટી ઔર બબલી, ચાંદની બાર,  વિરુધ્ધ સહિત લગભગ 50 થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.  આ ઉપરાંત આહટ, સીઆઈડી, કેપ્ટન વ્યોમ જેવી ટીવી સિરીયલોમાં પણ કામ કર્યું છે.

તેમની કાર્યદક્ષતા અને અભિનયનાં લીધે તેમનાં ઘણાં ચાહકો રહ્યાં છે.  ખબરપત્રી તરફથી તેમને શ્રધ્ધાંજલી.

Share This Article