રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આજે માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આઠ ટ્રિલિયન ડોલરના આંકડાને પાર કરનાર પ્રથમ ભારતીય કંપની બની ગઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ દેશની સૌથી વધારે મૂડી ધરાવતી કંપની તે બની ગઈ હતી. આજે બપોરના ગાળામાં આરઆઈએલની માર્કેટ મૂડી વધીને ૮.૦૧ ટ્રિલિયનના આંકડા સુધી પહોંચી ગઈ હતી. આ શેરમાં આજે કારોબારના અંતે સપાટી ૧૨૬૬.૯૦ રહી હતી.
છેલ્લા ચાર કારોબારી સેશનમાં તેના શેરમાં ૧.૬ ટકાનો ઉછાળો રહ્યો હતો. કેલેન્ડર વર્ષ ૨૦૧૮માં હજુ સુધી મુકેશ અંબાણીના નેતૃત્વમાં આરઆઈએલની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આશરે ૩૭ ટકા સુધીનો વધારો તેમાં થયો છે. બીએસઈ સેંસેક્સમાં ૧૨.૫૩ ટકાનો વધારો આ ગાળા દરમિયાન નોંધાયો છે.
કંપનીએ હાલમાં જ નેટ પ્રોફિટમાં ૧૭.૯ ટકાનો વાર્ષિક વધારો દર્શાવ્યો હતો. જૂન ત્રિમાસિક ગાળામાં રેવેન્યુ ગ્રોથનો આંકડો ૫૬.૫ ટકાનો રહ્યો છે. કંપનીમાં કન્ઝ્યુમર કારોબાર ૨૧ ટકાની આસપાસનો રહ્યો છે. રિટેલ બિઝનેસ રેવેન્યુનો આંકડો બે ગણોથી વધારો રહ્યો છે. આરઆઈએલની માર્કેટ મૂડીને લઇને આજે દિવસ દરમિયાન ચર્ચા જાવા મળી હતી. તેની માર્કેટ મૂડી હાલના દિવસોમાં સતત વધી રહી હતી.
માર્કેટ મૂડી આજે ૮.૦૪ ટ્રિલિયન રૂપિયાના આંકડા ઉપર પહોંચી હતી. દેશમાં સૌથી વધારે માર્કેટ મૂડી ધરાવતી કંપની ની ગઈ હતી. શેરમાં આજે દિવસના અંતે ૧.૮૬ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. વર્ષમાં શેરબજારમાં ઉલ્લેખનીય તેજી રહી છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ૧૬ મહિનાના ગાળામાં જ સેંસેક્સમાં ૮૦૦૦ કરોડનો ઉછાળો નોંધાઈ ચુક્યો છે જે પૈકી આરઆઈએલના શેરમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે.