મુંબઈ,
ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળામાં સંયુક્તરીતે ૫૩,૭૯૯.૭૮ કરોડ વધી ગઇ છે. ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા કારોબાર દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. ટીસીએસ, રિલાયન્સ, એચડીએફસી, આઈટીસી, એચડીએફસી, ઇન્ફોસીસ અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે જ્યારે હિન્દુસ્તાન યુનિલીવર, મારુતિ સુઝુકી અને કોટક મહિન્દ્રામાં ઘટાડો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધુ વધીને ૭,૧૫,૧૦૬.૭૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. તેની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૨૦,૧૬૨.૧૪ કરોડનો વધારો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ૧૧,૦૧૦.૦૫ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૫,૭૮,૮૯૯.૨૧ કરોડ સુધી પહોંચી ગઈ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી વધીને ૨,૯૪,૪૯૬.૮૦ કરોડ થઇ છે. જ્યારે ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૫,૬૨૮ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૭,૬૪,૧૬૪.૪૬ કરોડ થઇ છે. આઈટીસી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિાયન ક્રમશઃ ૪,૦૪૧ કરોડ અને ૨,૯૮૯.૭૪ કરોડનો વધારો થયો છે. એચડીએફસીએ તેની માર્કેટ મૂડીમાં ૧,૩૯૫.૬૮ ઉમેરી લીધા છે. એચયુએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ઘટી છે. કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડી ૧૩,૬૦૯.૭૮ ઘટી છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૨,૫૪,૧૭૩.૧૬ કરોડ નોંધાઈ છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં ૧,૪૩૬.૩૯ કરોડનો ઘટાડો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૨,૮૩,૫૫૫ કરોડ નોંધાઈ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન સેંસેક્સમાં ૪૫ પોઇન્ટનો ઘટાડો થયો હતો. આની સાથે જ સેંસેક્સ ઘટીને ૩૬,૪૯૬.૩૭ની સપાટીએ રહ્યો હતો તેમાં ૦.૧૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સત્રમાં પણ જારદાર સ્પર્ધા રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે જ્યારે આરઆઈએલ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાને છે. ટોપ ટેનમાં એસબીઆઈ, કોટક મહિન્દ્રા, મારુતિ, ઇન્ફોસીસ અને આઈટીસીની માર્કેટ મૂડી પણ છે.