રિચર્ડ ગેર ૬૯ વર્ષની વયમાં પિતા બનશે -હેવાલમાં દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ : પ્રિટી વુમન નામની ફિલ્મ મારફતે રાતોરાત સુપરસ્ટાર થઇ ગયેલા હોલિવુડના સુપરસ્ટાર અભિનેતા રિચર્ડ ગેર હવે ૬૯ વર્ષની વયે પિતા બનવા જઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ તેની બીજી પત્નિ સિલ્વા બાળકને જન્મ આપવા જઇ રહી છે.

મેડ્રિડ સ્થિત જાણીતા અખબારે માહિતી આપતા કહ્યુ છે કે સિલ્વા સગર્ભા હોવાના હેવાલ યોગ્ય છે. જો કે સિલ્વા બાળકને સ્પેનમાં જન્મ આપશે કે પછી અમેરિકામાં તે સંબંધમાં પરિવાર તરફથી કોઇ વાત કરવામાં આવી નથી. સિલ્વા સાથે લગ્ન અંગેના અહેવાલ પણ સૌથી પહેલા સ્પેનના અખબારે આપ્યા હતા. બંનેએ એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતા. ન્યુયોર્કમાં પોતાના આવાસ પર પરિવારના સભ્યો અને મિત્રોની સાથે ભવ્ય પાર્ટી મનાવતા પહેલા એપ્રિલમાં સ્પેનમાં ગેરે સિલ્વા સાથે લગ્ન કર્યા હતા.

હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સિલ્વા હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. આ મહિનાના અંતમાં રિચર્ડ ગેર તેના ૬૯માં જન્મ દિવસની ઉજવણી કરનાર છે. તેની પ્રથમ પત્નિ કેરી લોવેલની કારણે તેને એક ૧૮ વર્ષીય પુત્ર છે. રિચર્ડ ગેર પ્રિટી વુમન નામની ફિલ્મથી સુપરસ્ટાર બન્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે સુપરસ્ટાર જુલિયા રોબર્ટસ પણ હતી. જુલિયા આજે પણ પ્રિટી વિમન તરીકે વધારે લોકાપ્રિય છે.

રિચર્ડ ગેરના વિશ્વમાં અનેક ચાહકો છે. તેના ચાહકો રિચર્ડ ગેરના એક્શન અને અન્ય રોલથી ભારે પ્રભાવિત  રહ્યા છે. તે અનેક મોટી ફિલ્મોમાં સામેલ રહ્યો છે. તેની ગણતરી હોલિવુડના સૌથી ટોપ સ્ટાર અભિનેતા પૈકી એક તરીકે ગણવામાં આવે છે. સિલ્વા પણ એક સેલિબ્રિટી તરીકે રહી છે.

Share This Article