ઝી ટીવીનો સા રે ગા મા પા લિટલ ચેમ્પમાં આપણા પ્રતિભાશાળી સ્પર્ધકોએ સપ્તાહ દર સપ્તાહ જે અદ્દભુત પર્ફોર્મન્સ દર્શાવ્યા છે, તેનાથી દર્શકોનું દિલ જીતી લીધું. આગામી એપિસોડમાં મ્યુઝિકલ માઇસ્ટ્રો અમિત કુમાર અને બપ્પી લહેરીને બાળકોને પ્રોત્સાહિત કરતા તથા સંગીતમય સાંજની મજા માણતા જોઈ શકશો.
એપિસોડ દરમિયાન, સ્પર્ધકોને મહાન સંગીતકાર સ્વ. કિશોર કુમારજીના એવરગ્રીન ગીતો પર પર્ફોર્મ કરતા તથા એવરગ્રીન વાતવરણ ઉભું કરતા જોઈ શકશો. આ સપ્તાહના અંતના એપિસોડ એટલા માટે ખાસ છે, કારણકે, સ્પર્ધકોના દાદા-દાદી સેટ પર તેમને સપોર્ટ કરવા માટે આવ્યા છે. જ્યારે દરેકના પરિવારના સભ્યો શોમાં હાજરી આપવા આવ્યા છે, ત્યારે સ્પર્ધક રિતિક ગુપ્તાએ એવું કહ્યું કે, તેના પરિવારના સભ્યો હાજર નથી તેનાથી તે દુઃખી છે અને તેને કહ્યું કે, તે તેના માતા-પિતાને ખૂબ જ યાદ કરે છે. પરંતુ પછી કંઈક એવું થયું કે, તેનાથી રિતિક અત્યંત આશ્ચર્યમાં પડી ગયો.
રિતિકની વાર્તા સાંભળ્યા બાદ, જજ રિચા શર્માએ નિરાશ થવાનો ઢોંગ કર્યો. તેને કહ્યું કે, “રિતિક તું અહીંનો સૌથી પરિપક્વ સ્પર્ધક છે. હું તને મારા પરિવાર તરીકે જ ગણું છું પરંતુ, હું તને એવું કહેતા જરા પણ નથી સાંભળી શક્તી કે, તારું અહીં કોઈ નથી, કારણકે, તું જાણે છે કે, તારી પાસે હું છું. મને એક બ્રેક જોઈએ છે.” તે થોડી વારમાં સ્ટેજ પરથી ચાલી ગઈ, કારણકે, ત્યાર પછી રિતિકને ખબર પડી કે, રીચા ત્યાંથી ચાલી ન’તી ગઈ, પરંતુ રિતિકના પિતાને સ્ટેજ પર લાવવા માટે આવકારવા માટે ગઈ હતી. રિચાના આ સરપ્રાઈઝે રિતિકને આશ્ચર્યમાં તથા અત્યંત ગદ્દગદ્દ કરી નાખ્યો.
સારું, આ પ્રેન્ક તો, અત્યંત સારો રહ્યો અને રિતિકના ચહેરા પર મોટું સ્મિત આવી ગયું. તેને વધુમાં ઉમેર્યું કે, “અહીં દરેકના માતા-પિતા અને દાદા-દાદી આવ્યા છે, ત્યારે હું આપણા રિતિકને સરપ્રાઈઝ આપવા ઇચ્છતી હતી અને તેના હાવભાવ જોવા ઇચ્છતી હતી અને હું આશા રાખું છું કે, તેને પણ આ સુંદર સરપ્રાઈઝ ગમ્યું હશે.”
વધુમાં, રિતિકના પિતાએ રિચાનો આભાર માન્યો કે, તેને તેના દિકરાની કાળજી રાખી અને તેને તથા અન્ય જજને કેટલાક સ્વાદિષ્ટ માલપુવાથી ઉજવણી કરી. આ એપિસોડ અત્યંત વધુ મનોરંજનથી ભરપૂર રહ્યો, કારણકે, ગાયકીના સન્સેશન ધ્વની ભાનુસાલીએ પણ તેના નવા ગીત વાસ્તેને પ્રમોટ કરવા માટે આવી હતી, અને તેના હિટ ગીત લેજા લેજાથી દરેકનું મનોરંજન કર્યું. સ્પર્ધકોએ મહાન ગાયક બપ્પી લહેરીને આવકાર્યા તથા તેમના પ્રસિદ્ધ ગીતને ગાયા અને દરેકને આશ્ચર્યમાં નાખ્યા. બધી રીતે જોઈએ તો, સા રે ગા મા પા લિટલ ચેમ્પનો આ એપિસોડ કેટલીક મધુર ક્ષણો અને આપણા લિટલ ચેમ્પના અદ્દભુત પર્ફોર્મન્સથી ભરેલો રહ્યો!