રિચા ચડ્ડા ઘુમકેતુ ફિલ્મને લઇને હવે આશાવાદી બની

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: બોલિવુડ અભિનેત્રી રિચા ચડ્ડા  હાલમાં બે મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. જે પૈકી એક ફિલ્મ ઘુમકેતુ છે. જે ૧૬મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ પણ પોલીસ ઓફિસરની ભૂમિકા કરનાર છે. આ ફિલ્મ કોમેડી છે. હાલમાં લોકપ્રિયતા મેળવી રહેલી સેક્સી સ્ટાર રિચા કેરિયરની શરૂઆતમાં જ ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. એક અભિનેત્રી તરીકે મોટી સફળતા ન મળતા તે હવે ફિલ્મ નિર્માણમાં કુદી પડવા માટે ઇચ્છુક છે. રિચા કહે છે કે તે ફિલ્મના નિર્માણમાં કુદીને કેરિયરની શરૂઆતમાં જાખમ લઇ રહી છે પરંતુ તે એક્ટિંગને પણ જારી રાખવા માટે ઇચ્છુક છે. રિચા પાસે હાલમાં કોઇ વઘારે ફિલ્મો હાથમાં નથી. ગેંગ્સ ઓફ વાસેપુરમાં પ્રથમ વખત કામ કર્યા બાદ તે હવે જુદા જુદા ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે ઇચ્છુક છે.

તેનુ કહેવુ છે કે તે ગેગ્સ ઓફ વાસેપુર બાદ જ નિર્માણ કરવા માટે ઇચ્છુક હતી. પરંતુ એ વખતે તે આ દિશામાં આગળ વધી શકી ન હતી. તે ૨૪ વર્ષની વયમાં જ નિર્માણ ક્ષેત્રે કુદી પડવા માટે ઇચ્છુક હતી. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ હવે રિચા નિર્માણ ક્ષેત્રે વધી ચુકી છે. તેનુ કહેવુ છે કે યુવા લોકોને આગળ આવવા માટે તે પ્રેરણા આપવા માંગે છે. યુવા લોકોએ હવે નિર્માણ માટેની જવાબદારી લેવી જાઇએ.

તેનુ કહેવુ છે કે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ વ્યાપક સફળતાની તક રહેલી છે. ગેંગ્સ ઓફ વાસેપુરમાં તેની એક્ટિંગ કુશળતાની નોંધ લેવામાં આવી હતી. તેની ફુકરે ફિલ્મની પણ નોંધ લેવામાં આવી હતી. તે સિનેમાના જુદા જુદા પાસામાં અભ્યાસ કરી રહી છે. ફિલ્મ નિર્માણ કરવાની બાબત ચોક્કસપણે ખુબ શાનદાર છે. નિર્માણના ક્ષેત્રમાં તે જ્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે કેટલીક બાબતોને શિખી રહી છે. રિચા ફિલ્મી એક્ટિંગ હાલ જારી રાખવા માટે ઇચ્છુક છે.

Share This Article