નવીદિલ્હી : ભારતીય રીઝર્વ બેંકની આજે નાણાંકીય નિતી સમીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે રેપો રેટમાં ધારણા પ્રમાણે જ ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ રેપો રેટ ઘટીને હવે ૬.૦૦ ટકા થઇ ગયો છે. જે હાલમાં ૬.૨૫ ટકા હતા. એમપીસીની છ સભ્યોની કમિટી પૈકી ચાર સભ્યોએ બહુમતિ દ્વારા આ નિર્ણય કર્યો હતો. નવો રેપોરેટ હવે અગાઉના ૬.૨૫ટકાની જગ્યાએ ૬.૦૦ ટકા થઇ ગયો છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ દ્વારા આજે તેના પરિણામ ત્રણ દિવસની બેઠક બાદ જાહેર કર્યા હતા. મોનિટરી પોલિસી કમિટિએ રેટમાં કાપની તરફેણમાં ૪-૨ની બહુમતિથી નિર્ણય આપ્યો હતો.
- આરબીઆઈએ ધિરાણદર અથવા રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરતા રેપોરેટ ઘટીને ૬.૦૦ ટકા ે
- રિવર્સ રેપોરેટમાં ઘટાડો કરવામાં આવતા આ રેટ ઘટીને ૫.૭૫ ટકા થઇ ગયા
- સીઆરઆર અથવા તો કેશ રિઝર્વ રેશિયો ચાર ટકાના દરે યથાવત રખાયો
- તમામ બાબતોને ધ્યાનમાં લઇને બેઠકમાં રેપો અને રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો
- નાણાંકીય વર્ષ ૨૦૧૯ માટે જીડીપી ગ્રોથનો આંકડો ૭.૨ દર્શાવવામાં આવ્યો
- સીપીઆઇ ફુગાવો હાલમાં ૨.૪ ટકા જોવા મળ્યો છે. જે વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ગાળામાં ૨.૯ ટકાથી ૩ ટકા રહ્યો હતો
- રીઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કરતા લોન સસ્તી થવાનો માર્ગ મોકળો થયો
- આરબીઆઇની પેનલની બેઠક ત્રણ દિવસ સુધી ચાલી હતી
- સતત બીજી પોલીસી સમીક્ષામાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે
- એમપીસીની આગામી બેઠક જુનમાં યોજાશે