માન્ચેસ્ટર : વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે હવે આવતીકાલે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝની સામે રમશે. ભારતીય ટીમ પહેલાથી જ હોટફેવરીટ છે. બીજી બાજુ વિન્ડીઝની ટીમ વર્તમાન વર્લ્ડ કપમાં લડાયક દેખાવ કર્યો હોવા છતાં ટીમ ધારણા પ્રમાણે દેખાવ કરી શકી નથી. માન્ચેસ્ટર ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વર્લ્ડ કપમાં તેમની વચ્ચે રમાયેલી મેચોના પરિણામ નીચે મુજબ છે.
છઠ્ઠી માર્ચ ૨૦૧૫ ( પર્થ)
- છ્ઠ્ઠી માર્ચ ૨૦૧૫ના દિવસે રમાયેલી પર્થ ખાતેની મેચમાં વેસ્ટ ઇન્ડિઝ પર ભારતે ચાર વિકેટે જીત મેળવી લીધી હતી. ભારતે મેચમાં તમામ ક્ષેત્રોમાં સારો દેખાવ કર્યો હતો
૨૦મી માર્ચ ૨૦૧૧(ચેન્નાઇર્)
- ૨૦મી માર્ચ ૨૦૧૧ના દિવસે ચેન્નાઇમાં રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ પર ૮૦ રને જીત મેળવી લીધી હતી
૨૧મી ફેબ્રુઆરી ૧૯૯૬ (ગ્વાલિયર)
- ૨૧મી ફેબ્રુઆરી ૧૯૯૬ના દિવસે રમાયેલી મેચમાં ગ્વાલિયર ખાતે ભારતે વિન્ડીઝ પર પાંચ વિકેટ જીત મેળવી લીધી હતી. ભારતીય ટીમ મેચમાં છવાયેલી રહી હતી
૧૦મી માર્ચ ૧૯૯૨(વેલિગ્ટન)
- ૧૦મી માર્ચ ૧૯૯૨ના દિવસે વેલિગ્ટન ખાતે રમાયેલી મેચમાં ભારત પર વેસ્ટ ઇન્ડિઝે પાંચ વિકેટે જીત મેળવી લીધી હતી. મેચમાં વેસ્ટ ઇન્ડિઝે જારદાર દેખાવ કર્યો હતો
૨૫મી જુન ૧૯૮૩ (લોર્ડસ)
- ૨૫મી જુન ૧૯૮૩ના દિવસે લોર્ડસ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારત પર ૪૩ રને જીત મેળવી લીધી હતી
૧૫મી જુન ૧૯૮૩ (ઓવલ)
- ૧૫મી જુન ૧૯૮૩ના દિવસે રમાયેલી મેચમાં ઓવલ ખાતે વેસ્ટ ઇન્ડિઝે ભારત પર ૬૬ રને જીત મેળવી લીધી હતી
નવમી જુન ૧૯૮૩ (માનચેસ્ટર)
- નવમી જુન ૧૯૮૩ના દિવસે માનચેસ્ટર ખાતે રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ પર ૩૪ રને જીત મેળવી લીધી હતી
નવમી જુન ૧૯૭૯ બર્મિગ્હામ)
- નવમી જુન ૧૯૭૯ના દિવસે બર્મિગ્હામ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારત પર નવ વિકેટે જીત મેળવી હતી.