ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું. ગુજરાતનુ પરિણામ ૭૧.૯૦ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. પરિણામ હાઈલાઇટ્સ નીચે મુજબ છે.
એકંદરે પરિણામ : ૭૧.૯૦
વિદ્યાર્થીઓનુ પરિણામ : ૭૧.૮૩
વિદ્યાર્થીનીઓનુ પરિણામ : ૭૨.૦૧
વધુ પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ : (૮૪.૧૭ ટકા)
ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદયપુર : (૩૫.૬૪ ટકા)
કુલ વિદ્યાર્થીઓ નોંધાયા હતા : ૧૨૪૬૯૪
પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થી : ૧૨૩૮૬૦
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા : ૩૫
અંગ્રેજી માધ્યમનુ પરિણામ : ૭૫.૧૩
ગુજરાતી માધ્યમનુ પરિણામ : ૭૧.૦૯