તાજમહેલ સંભાળી નથી શકતા તો તોડી નાંખો – સુપ્રિમ કોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તાજમહેલને પ્રેમનુ પ્રતિક માનવામાં આવે છે. તાજમહેલ દુનિયાની સાત અજાયબીમાંથી એક છે. તેને સાચવવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. થોડા સમયથી તાજમહેલની ચમક ઓછી થઇ ગઇ છે. ત્યારે સુપ્રિમ કોર્ટે કડકાઇથી કહ્યુ છે કે, જો તમે તાજમહેલને સંભાળી નથી શકતા તો તેને તોડી નાંખો.

જસ્ટિસ મદન ભીમરાવે ગુસ્સો બતાવતા તાજમહેલને તોડી નાંખવાની વાત કરી હતી. નારાજ સુપ્રિમ કોર્ટે કહ્યુ કે એક બાજુ ફ્રાંસ છે. જ્યાં એફિલ ટાવરને જોવા માટે રોજ ૮૦ મિલિયન લોકો આવે છે, અને તાજમહેલને જોવા ૫ મિલિયન. તેમ છતાં એફિલ ટાવરને સંભાળીને રાખવામાં આવે છે. રાજ્ય સરકાર તાજમહેલને લઇને ગંભીર નથી. ટુરિસ્ટને લઇને ગંભીરતા નથી તેમ પણ કહેવામાં આવ્યુ હતુ. એક રીતે જોતા આ દેશનું જ નુકશાન છે.

સુપ્રિમમાંથી કહેવામાં આવ્યુ હતુ કે, તાજને સુધારવા કરતા બગાડવામાં વધારે રસ છે. જેના લીધે ત્યાં ઉદ્યોગ વિકસાવવાની વાતો થઇ રહી છે, અરજી આવી રહી છે. ચોંકાવનારી વાત તો તે છે કે આ પ્રસ્તાવને લઇને વિચારણા પણ થઇ રહી છે.

Share This Article