આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અનામતની જોગવાઇ કરવામાં આવ્યા બાદ હવે પછાત વર્ગ માટે તેની મર્યાદાને વધારી દેવા માટેની માંગ ઉઠી રહી છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કહ્યુ છે કે વર્ષ ૨૦૨૧ ની વસ્તીગણતરી જાતિ આધારિત રહે અને દરેક જાતિને તેમની સંખ્યાના આધાર પર અનામત મળે તે જરૂરી છે. તેમની ટિપ્પણી પણ ચર્ચા જગાવે તે પ્રકારની છે. તેમની ટિપ્પણીનો અર્થ એ છે કે દરેક ઉમેદવારની પ્રતિબદ્ધતા પોતાની જાતિની અંદર રહેશે. સામાન્ય શ્રેણી કોઇ પણ રહેશે નહીં. આર્થિક રીતે પછાત વ્યક્તિને અનામતનો આધાર બનાવવા માટે કેટલીક ગેરસમજ ચોક્કસપણે રહેલી છે. ૧૦૩માં બંધારણીય સુધારાને ડીએમકે દ્વારા મદ્રાસ હાઇકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે.
આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. કેન્દ્ર સરકારને નોટીસ પણ જારી કરવામાં આવી છે. બંધારણીય સુધારામાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા અનામત આપવાની જાગવાઇ રહેલી છે. કોર્ટ દ્વારા આ મામલે કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી છે. કેટલીક અરજી તો સુપ્રીમ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવેલી છે. તેમની મુખ્ય દલીલ એ છે કે અનામત કોઇ ગરીબી નાબુદી કાર્યક્રમ નથી. બલ્કે શતાબ્દીઓથી ચાલી રહેલા જાતિગત દુષણને ખતમ કરવાની દિશામાં પહેલ છે. જો ઉચ્ચ જાતિના ગરીબ વ્યક્તિ ગરીબીથી બહાર આવે છે તો તેની સામે ભેદભાવ ખતમ થઇ જાય છે. જ્યારે દલિતો, આદિવાસીઓ અને પછાતની સાથે આવુ થતુ નથી. એટલે કે આર્થિક મજબુત સ્થિતી તેમની સામે ભેદભાવને ખતમ કરી શકતી નથી.જા આવુ થઇ રહ્યુ છેતો આર્થિક અનામત આપવાના લાભ શુ છે તેવા પ્રશ્ન પણ લોકો ઉઠાવે છે. જ્યા સુધી ઉચ્ચ જાતિના ગરીબોનો પ્રશ્ન છે ગરીબીની મર્યાદામાંથી બહાર નિકળી જવાની સાથે જ તેમને અનામતના લાભ મળી શકશે નહીં. દલિતો અને આદિવાસીઓને મુળ બંધારણમાં અનામતની જાગવાઇ કરવામાં આવી છે.
જો કે પછાત વર્ગ માટે અનામતની જાગવાઇ બંધારણમાં પ્રથમ સુધારા મારફતે કરવામાં આવી છે. આની જરૂરિયાત એટલા માટે અનુભવાઇ હતી કે વર્ષ ૧૯૫૧માં મદ્રાસ વિરુદ્ધ ચંપકમ દરામરાજન કેસમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ સરકારના એવા આદેશને ફગાવી દીધો હતો જેમાં મેડિકલ કોલેજેમાં ધર્મ અને જાતિના આધાર પર સીટોની વહેંચણી કરવામાં આવી હતી. કોર્ટે આને બંધારણની કલ્મ ૨૯ (૨)નો ભંગ તરીકે ગણ્યોહતો. જેમાં કહેવામાં આવ્યુ છે કે કોઇ નાગરિકને રાજ્ય દ્વારા સંચાલિત અથવા તો નાણાંકીય સહાયતા મેળવતી શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ, રંગ, જાતિ અથવા ત ભાષા અથવા તો તેમાંથી કોઇ એકના નામના આધાર પર પ્રવેશ મેળવી લેવાથી રોકી શકાય નહીં. જાણકાર લોકો કહી ચુક્યા છે કે દક્ષિણ ભારતના હિતમાં આ સરકારી આદેશને જાળવી રાખવામાં આવે તે જરૂરી છે. ૧૨મી મે ૧૯૫૧ના દિવસે સંસદમાં બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ.
વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુએ બંધારણની કલમ ૪૬નો હવાલો આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્ય નબળા વર્ગના લોકોના શૌક્ષણિક અને આર્થિક હિતોને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રયાસો કરશે. તેમાં આર્થિક હિતોની વાત પણ કરવામાં આવી છે. તમામ લોકોને એવી માહિતી નથી કે વર્ષ ૧૯૮૫માં બંધારણીય બેંચે વિચારણા કરી હતી કે આખરે પછાત વર્ગ શુ છે. પીઠના પાંચ ન્યાયાધીશોએ જુદા જુદા નિર્ણય લખ્યા હતા. જેમાં એક બાબત ઉભરીને સપાટી પર આવી હતી તે એ હતી કે ગરીબી સામાજિક પછાતપણા માટેના એક મુખ્ય કારણ તરીકે છે. વર્ષ ૧૯૯૨માં ઇદ્ર સાહની વિરુદ્ધ મંડળ આયોગ મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે ઓબીસીના અમીર લોકોને તેનાથી બહાર રાખવાની જરૂર રહેશે. જેથી આ તર્ક વાસ્તવિકતાથી દુર છે કે અનામતનો મુખ્ય ઉદ્ધેશ્ય ગરીબીમાંથી મુક્તિ મેળવી લેવાનો છે.
અસલી કસૌટી તો ૫૦ ટકા મર્યાદાને લઇને આવનાર છે. એમઆર બાલાજી વિરુદ્ધ મૈસુર કેસમાં વર્ષ ૧૯૬૨માં બંધારણીય પીઠે વ્યવસ્થા આપી હતી કે અનામત એક વિશેષ જાગવાઇ છે. જેને ૫૦ ટકાથી ઓછી કરવાની જરૂર છે. તે કેટલા સુધી ઘટે તે હાલત પર આધારિત છે. એકંદરે અનામતને લઇને કેટલીક જટિલ બાબતો રહેલી છે.