અત્યાર સુધી તમે 10 પૈસાથી લઈને 10 રૂપિયા સુધીના સિક્કા જોયા હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખૂબ જ જલ્દી 350 રૂપિયાના નવા સિક્કા બહાર પાડશે.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ મામલે તૈયારી કરી લીધી છે અને ખૂબ જ જલ્દી તેઓ સિક્કાઓ જાહેર કરી શકે છે. ગુરુ ગોવિંદસિંહના 350 માં પ્રકાશવર્ષ પર જાહેર થશે સિક્કા આરબીઆઇ આ સિક્કાઓ ગુરુ ગોવિંદસિંહના 350 માં પ્રકાશવર્ષ પર જાહેર કરી શકે છે.
આ સિક્કા લિમિટેડ એડિશન રૂપે બહાર પાડવામાં આવશે. આરબીઆઇ જણાવ્યા અનુસાર આ સિક્કા બનાવવા માટે 50 ટકા ચાંદી, 40 ટકા તાંબું, 5 ટકા નિકલ અને 5 ટકા ઝીંક ઉપયોગ કરવામાં આવશે. 350 રૂપિયાના સિક્કા પર બાકી સિક્કા જેમ ‘સત્યમેવ જયતે’ લખેલું હશે,
અશોક ચક્ર ચિન્હ હશે અને રૂપિયાનું ચિન્હ પણ હશે. સિક્કાના મધ્યમાં 350 લખ્યું હશે. સિક્કા પર હરમંદિર સાહેબનું ચિત્ર સિક્કાના ભાગ પર પટના સ્થિત હરમંદિર સાહેબનું ચિત્ર હશે. તેની સાથે સાથે સિક્કા પર ગુરુ ગોવિંદસિંહના 350 માં પ્રકાશ ઉત્સવ લખેલું હશે. આ સિક્કાનું વજન 34.65 થી 35.35 ગ્રામ જેટલું હશે.