ભારતીય રિઝર્વ બેંકે હવે ૪ બેંકો પર પ્રતિબંધ મૂક્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારતીય રિઝર્વ બેંકે હવે ચાર બેંકો પર પ્રતિબંધ મૂક્યો છે. ગ્રાહકો માટે આ મોટો ફટકો છે. આ ચાર બેંકો સાથે સંકળાયેલા ગ્રાહકો હવે માત્ર RBI દ્વારા નિર્ધારિત મર્યાદામાંથી જ પૈસા ઉપાડી શકશે. આરબીઆઈએ સાઈબાબા જનતા સહકારી બેંક, ધ સૂરી ફ્રેન્ડ્‌સ યુનિયન કો-ઓપરેટિવ બેંક લિ., સુરી (પશ્ચિમ બંગાળ) અને નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક લિ., બહરાઈચ પર નિયંત્રણો લાદ્યા છે. આ બેંકોની કથળતી આર્થિક સ્થિતિને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. સાંઈબાબા જનતા સહકારી બેંકના થાપણદારો ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ ઉપાડી શકતા નથી. જ્યારે સૂરી ફ્રેન્ડ્‌સ યુનિયન કો-ઓપરેટિવ બેંક માટે, આ મર્યાદા ૫૦,૦૦૦ રૂપિયા છે જ્યારે નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંકના કિસ્સામાં, ઉપાડ મર્યાદા પ્રતિ ગ્રાહક ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.

આરબીઆઈએ બિજનૌર સ્થિત યુનાઈટેડ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર ગ્રાહકો દ્વારા ભંડોળ ઉપાડવા પર નિયંત્રણો મૂક્યા છે, જેમાં કેટલાક નિયંત્રણો પણ સામેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ હેઠળ કેન્દ્રીય બેંક દ્વારા ૪ સહકારી બેંકોને આ સૂચનાઓ જારી કરવામાં આવી છે. જે ૬ મહિના સુધી અમલમાં રહેશે. આરબીઆઈએ કહ્યું કે તેણે છેતરપિંડી સંબંધિત કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક પર ૫૭.૭૫ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.થોડા દિવસ પહેલા જ ભારતીય રિઝર્વ બેંક એ તેમની કથળતી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્ણાટકની શ્રી મલ્લિકાર્જુન પટના સહકારી બેંક રેગ્યુલર અને મહારાષ્ટ્રની નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા સહકારી બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંતર્ગત બંને બેંકોના ગ્રાહકો તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં.

કેન્દ્રીય બેંકે બે અલગ-અલગ નિવેદનોમાં જણાવ્યું છે કે શ્રી મલ્લિકાર્જુન પટના સહકારી બેંક, મસ્કી અને નાસિક જિલ્લા ગિરણા સહકારી બેંક પરના નિયંત્રણો છ મહિના માટે અમલમાં રહેશે. નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા સહકારી બેંક વિશે, રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે થાપણોમાંથી ૯૯.૮૭ ટકા થાપણ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

Share This Article