ભારતની અગ્રણી નોન-ડિસ્ક્રેશનરી ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી કંપની અને ઇક્વેન્ટિસ ગ્રૂપની કંપની રિસર્ચ એન્ડ રેન્કિંગે તેના ક્રાંતિકારી ફિનટેક એજ્યુકેશન પ્લેટફોર્મ – ‘ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર‘ના લોન્ચિંગની જાહેરાત કરી. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય તમારી શેરબજારમાં રોકાણ કરવાની રીતમાં પરિવર્તન લાવવાનો, આકર્ષક વીડિયો દ્વારા રોકાણ વિશે તમામ માહિતી એક છત નીચે લાવવાનો છે.
ઉદ્યોગ નિષ્ણાત અને ઇક્વેન્ટિસ ગ્રૂપના હોલ ટાઈમ ડિરેક્ટર શ્રી સંજીવ આનંદ આ પહેલનું નેતૃત્વ કરે છે.
NSDL (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ) અને CDSL (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં લગભગ 9 કરોડ સક્રિય ડીમેટ એકાઉન્ટ્સ છે. રોકાણકારોના એક કરતાં વધુ ડીમેટ એકાઉન્ટ્સ હોઈ શકે છે તે હકીકતને જો આપણે બાજુ પર રાખીએ તો પણ તે સ્પષ્ટ છે કે માત્ર 6.5% ભારતીયો ઇક્વિટીમાં રોકાણ કરે છે. મોટા ભાગના રોકાણકારો ઇક્વિટી રોકાણને ‘ટૂંક સમયમાં સમૃદ્ધ થવાની યોજના’ તરીકે માને છે પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. નક્કર અને વિકસતા બિઝનેસમાં રોકાણ કરીને અને તેમને લાંબા ગાળા માટે જાળવી રાખીને, રોકાણકારો લાઇફ-ચેન્જિંગ સંપત્તિ બનાવી શકે છે; ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર પહેલ આ જ કરવા માગે છે. સંજીવે તેમની નિષ્ણાતોની ટીમ સાથે મળીને વિડીયો બનાવ્યા છે જે ઇન્ટ્રેસ્ટિંગ ઇનસાઇટ્સ કવર કરે છે, સ્પષ્ટ વિશ્લેષણ પ્રદાન કરે છે, મહત્વપૂર્ણ વિકાસનું પરીક્ષણ કરે છે અને સમજવામાં સરળ હોય તે રીતે માર્ગદર્શન આપે છે. તમે ફર્સ્ટ ટાઈમર હોવ કે ભલે અનુભવી નિષ્ણાત હોવ, આ પ્લેટફોર્મ તમને અનિચ્છનીય ગેરસમજ દૂર કરવામાં, વધુ સારા રોકાણકાર બનવામાં અને નફાકારક નિર્ણયો લેવામાં મદદ કરશે. આ વીડિયો અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ હશે.
લોન્ચિંગ પ્રસંગે બોલતા સંજીવ આનંદે જણાવ્યું હતું કે, ” અમારા અસ્તિત્વના 12 વર્ષોમાં, અમે અવલોકન કર્યું છે કે, લોકો રોકાણમાં એક સરખી ભૂલોનું એક યા બીજા સ્વરૂપે પુનરાવર્તન કરતા હોય છે. ભૂલ કરવી એ સમસ્યા નથી, દરેક કરે છે, પરંતુ સમસ્યા એ છે કે જ્યારે આ ભૂલોને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે મોટાભાગના રોકાણકારો પીછેહટ કરે છે અને રોકાણના વિસડમ વ્હીલને ફરીથી શોધે છે. આનાથી અમને એક ફિનટેક એજ્યુકેશન પ્લેટફોર્મ – ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર – શરૂ કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે. આ પ્લેટફોર્મ પર રોકાણકારો એવા માંધાતાઓ પાસેથી માર્ગદર્શન મેળવશે જેઓ દાયકાઓથી ઇક્વિટી માર્કેટમાં સક્રિય છે. ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર સુસંગત, કાર્યક્ષમ અને ઉચ્ચ સંશોધન કરેલું કન્ટેન્ટ આપશે જે રોકાણકારને વધુ આત્મવિશ્વાસુ અને વધુ માહિતગાર બનાવશે તેમજ ઇક્વિટી બજારોમાં પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વધુ સજ્જ બનાવશે.”
રિસર્ચ એન્ડ રેન્કિંગના સ્થાપક અને ડિરેક્ટર મનિષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, “અમે રોકાણકારોને શિક્ષિત કરવામાં અને તેમને માહિતગાર નિર્ણયો લેવા માટેના સાધનો આપવામાં દૃઢપણે વિશ્વાસ રાખીએ છીએ. ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર ભારતીય રોકાણકારોને રોકાણના ચાર સ્તંભોનો અમલ કરવામાં અને આપણે દરરોજ જે મુખ્ય મૂલ્યોને અનુસરીએ છીએ તેમને અમલમાં મૂકવામાં મદદ કરશે. અમારું માનવું છે કે આ રોકાણકારો માટે સફળતાની ફોર્મ્યુલા હશે. મને વિશ્વાસ છે કે ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર ભારતીયોને ભારતીય ઇક્વિટી માર્કેટમાં ભાગ લઈને નોંધપાત્ર સંપત્તિનું સર્જન કરવા સક્ષમ બનાવશે.”
પ્લેટફોર્મ નીચે મુજબ ચાર વ્યાપક શ્રેણીઓમાં સારી રીતે માહિતગાર સંબંધિત કન્ટેન્ટ આપે છે:
મહત્વપૂર્ણ ડેઇલી ઇનસાઇટ્સ (DITM): તે બજારના ભયાવહ સમાચારો અને અભિપ્રાયોની ગડબડને દૂર કરે છે, રોકાણકારોને સૌથી મહત્વપૂર્ણ, નોંધપાત્ર અને સુસંગત દૈનિક ડેવલપમેન્ટ પર ઝડપથી અપડેટ રાખે છે. DIMT વીડિયો સોમવારથી શુક્રવાર સુધીના બજારોનાં તમામ દિવસો પર ઉપલબ્ધ રહેશે.
ગ્રેવિટાસ: આ પરિવર્તનકારી પહેલનો બીજો ભાગ અદ્યતન વિષયોને સમજવવા માટે સરળ લાંબા વિડિયોમાં રજૂ કરશે જે રોકાણકારોને બિંદુઓને જોડવામાં મદદ કરશે. તેના ચાર વિભાગો છે:
- થર્ડ અમ્પાયર: ઓન-ફીલ્ડ એમ્પાયર બેટ્સમેનના ‘આઉટ’ અથવા ‘નોટ આઉટ’ થવાનો નિર્ણય થર્ડ અમ્પાયર પર છોડે છે. કારણકે, થર્ડ એમ્પાયર પાસે શ્રેષ્ઠ ટેક્નોલોજી, સાધનો અને સૂઝ હોય છે માટે તે ઓન-ફીલ્ડ એમ્પાયર વતી નિર્ણય લે છે. થર્ડ અમ્પાયર એપિસોડમાં વિતેલા સપ્તાહમાં રોકાણકારો માટે બનેલી મહત્વની ઘટનાઓને કવર કરવામાં આવે છે. આ એપિસોડ પ્રથમ અર્ધમાં સપ્તાહમાં એકવાર રવિવારે રિલીઝ થાય છે.
- ધ માસ્ટર ક્લાસ: 30-45 દિવસમાં એકવાર રિલીઝ થતા માસ્ટરક્લાસ એપિસોડ્સ એ ઇન્વેસ્ટર એજ્યુકેશન પરના પાસાઓને આવરી લેતી કલેક્ટર એડિશન છે જે, આજે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ ડિલિવર કરતું નથી. રોકાણકારો માટે પરફેક્ટ લર્નિંગ એક્સપિરિયન્સ બનાવવા માટે આ વિશેષ એપિસોડ્સ ખૂબ જ જટિલ રીતે વણાયેલા વિષયોને આવરી લે છે.
- ધ સ્ટુડિયો: સ્ટુડિયો એ લાઇવ સેશન છે જે ઇવેન્ટ અથવા ટ્રેન્ડિંગ વિષયને આવરી લેશે. દરેક સેશનમાં, ટીમ પ્રસ્તુતકર્તા અને પ્રેક્ષકોના પરિપ્રેક્ષ્યને પણ સંયોજિત કરીને વિષય પર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. દર્શકો/રોકાણકારો પ્રશ્નો પૂછી શકે છે અને દરેક સેશનના અંતે વિગતવાર જવાબો મેળવી શકે છે.
- વર્કશોપ્સ: વર્કશોપ્સ કેસ સ્ટડીઝ, લાઈવ એક્સરસાઇઝ, વન-ઓન-વન સેશન્સ, લાઈવ ક્વેશ્ચન એન્ડ આન્સર, અને રોકાણની વાસ્તવિક દુનિયામાં જીવંત ઉદાહરણો સાથે શીખેલા રોકાણના પાઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે સહભાગીઓને સામાન્ય રોકાણની સારી પકડ અને જ્ઞાન મેળવવામાં મદદ કરે છે.
રોકાણને સરળ બનાવવું (MIE): MIE પ્રથમ વખતના રોકાણકારોની જરૂરિયાતો અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખે છે. આ બે વિભાગોમાં ઉપલબ્ધ છે: ‘રોકાણના ગુણાંકમાં વધારો કરવો’ અને ‘એક્સપર્ટને પૂછો.’
- ‘રોકાણના ગુણાંકમાં વધારો કરવો’ એ એક સ્ટેપ બાય સ્ટેપ રોકાણ માર્ગદર્શિકા છે જે મૂળભૂત બાબતોથી શરૂ કરીને અને પછી અદ્યતન વિષયો પર જવા માટે ટ્યુટોરિયલની જેમ ડિઝાઇન કરવામાં આવી છે.
- ‘એક્સપર્ટને પૂછો’ વિભાગમાં, રોકાણકારોને ઇન-હાઉસ ઇન્વેસ્ટમેન્ટ પંડિતો સાથે સીધી ચર્ચાથી ફાયદો થશે. તેઓ સમજાવશે કે વર્તમાન ઘટનાઓ રોકાણકારોના રોકાણોને કેવી રીતે અસર કરી શકે છે અને નાણાંની સુરક્ષા માટે તેમણે કેવા પગલાં લેવા જોઈએ.
બ્રેધરઃ બ્રેધર એ રોકાણના ભારેખમ શબ્દો, ગુણોત્તર, પરિભાષાઓ અને રોકાણની ભાષામાંથી વિરામ છે. તે સમગ્ર ઇતિહાસ, જીવનચરિત્રો, પુસ્તક સમીક્ષાઓ, વ્યવસાય અને અન્ય માહિતીમાંથી અનન્ય વાર્તાઓ લાવે છે.
ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનના રૂપમાં ઉપલબ્ધ છે.
કૃપા કરીને મુલાકાત લો: ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર: https://informedinvestorr.com/home અથવા Google Play store: પરથી ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરો: