ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રાસવાદને લઇને જારી જંગ વચ્ચે દેશના મિડિયાની જવાબદારી પણ ખુબ મહત્વપૂર્ણ બની જાય છે. સતત નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાની સામે સામાન્ય લોકોની નારાજગી પણ બિલકુલ યોગ્ય છે. પરંતુ એક લોકશાહી દેશમાં અને સમાજમાં મિડિયામાં જનાક્રોશની અભિવ્યક્તિ પર પ્રશ્ન પણ કરે છે. બે દેશો વચ્ચે જ્યારે સ્થિતી યુદ્ધ જેવી બની જાય છે ત્યારે કેટલીક માહિતી ખુબ સંવેદનશીલ બની જાય છે. આ માહિતી એવી હોય છે જે માહિતીને સામાન્ય તથ્યની જેમ રજૂ કરી શકાય નહીં. કેટલીક માહિતી એવી હોય છે જે માહિતીને રાષ્ટ્રહિતને ધ્યાનમાં લઇને રોકવાની જરૂર હોય છે.
આ મિડિયાની પણ જવાબદારી છે કે યુદ્ધ જેવા માહોલમાં સંવેદનશીલ માહિતી મામલે વધારે ચર્ચા કરવામાં ન આવે. આવા માહોલમાં મિડિયા દ્વારા પણ આ બાબત નક્કી કરવી જોઇએ કે તે કેવા પ્રકારની માહિતી દર્શાવશે અને કેવા પ્રકારની માહિતી દર્શાવશે નહીં. જા કે કમનસીબ રીતે મિડિયા વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાના કારણે જાણતા અજાણતા પણ મિડિયા દ્વારા યોગ્ય માહિતી દર્શાવવામાં આવી રહી નથી. બીજા વિશ્વ યુદ્ધ બાદ વર્ષ ૧૯૪૯માં જીનેવા સમજુતી હેઠળ યુદ્ધકાળના ગાળા દરમિયાન સંઘર્ષમાં રહેલા દેશોના કેદીઓ અને જવાનોના મામલે કેટલાક ખાસ કાયદા કાનનુ નક્કી કરવામાં આવ્યા છે. તેમાંથી એક એ પણ છે કે યુદ્ધ કેદીઓની સાથે મારામારી અથવા તો કોઇ પ્રકારના ખરાબ વર્તન થવા જોઇએ નહીં. જો કોઇ કેદી કોઇ માહિતી આપવા માટે તૈયાર નથી તો તેની સાથે બળજબરી કરી શકાય નહીં. તેની ઇચ્છાનુ સન્માન થવુ જોઇએ. મિગ-૨૧ના દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ પાકિસ્તાનના સકંજામાં આવી ગયેલા વિંગ કમાન્ડર અભિનંદનના મામલે મિડિયાએ જે પ્રકારથી રિપો‹ટગ પ્રક્રિયા હાથ ધરી હતી તેનાથી લાગે છે કે કમનસીબ બાબત રહી છે. આવા રિપો‹ટગથી લાગે છે કે કમ સે કમ યુદ્ધ જેવા માહોલમાં રિપો‹ટગ કરવા, સમાચાર દર્શાવવા, સાંભળવા સહિતના મુદ્દા પર ચોક્કસપણે આચારસંહિતા રહે તે જરૂરી છે.
આ ખાસ પ્રકારની આંચારસંહિતા મિડિયા સંસ્થાઓ અને ન્યુઝ એડિટર દ્વારા તૈયાર કરવામાં આવે તે સમયની માંગ છે. પાકિસ્તાની સેનાએ પોતાની કેદમાં આવેલા અભિનંદનના સંબંધમાં એક વિડિયો જારી કરીને કેટલીક વિગત આપવામાં આવી હતી. વિડિયોમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે પાકિસ્તાની સેના અભિનંદનને તેનુ નામ પુછે છે તો તે બતાવે છે. પરંતુ જ્યારે તેમના મુળ રાજ્ય અને અન્ય વિગત અંગે પુછવામાં આવે છે ત્યારે કોઇ પણ પ્રકારની માહિતી આપતા નથી. તેમને ક્યાં વિમાન ફ્લાય કરી રહ્યા હતા તે અંગે પુછવામાં આવે ત્યારે કોઇ જવાબ આપતા નથી. સર્વિસ નંબર અંગે માહિતી આપતા નથી. કેદમાં હોવા છતાં તેઓ પોતાની જવાબદારીથી ભાગતા નથી. એક જવાબદાર અધિકારીની જેમ વર્તન કરે છે. જા કે એ ગાળા દરમિયાન ભારતીય મિડિયાના લોકોએ તેમની તમામ કુંડળી અંગે માહિતી આપી દીધી હતી. એમ કહી દેવામાં આવ્યુ હતુ કે તેઓ એર માર્શલ વર્ધમાનના પુત્ર છે. તેમના પત્નિ પણ એક ઓફિસર છે. તેમનુ એક પુત્ર પણ છે.
અભિનંદને ભલે મોતના મુખમાં હોવા છતાં કોઇ માહિતી આપી ન હતી પરંતુ મિડિયાએ તમામ માહિતી આપી હતી. આ માહિતીનો ઉપયોગ પાકિસ્તાન તેના હિતમાં કરી શક્યુ હોત. તમામ સંવેદનશીલ માહિતી અમારા મિડિયાએ જાહેર કરી દીધી હતી. આવી સ્થિતીમાં અભિનંદનના વલણનુ કોઇ મહત્વ રહેતુ ન હતુ. આ પ્રકારના રિપો‹ટગથી ભારે નુકસાન દેશને થઇ શકે છે. મિડિયાએ તેમની બહાદુર દર્શાવવા માટે દર્શાવી હતી. જા કે આ બહાને પાકિસ્તાનને કેટલીક ઉપયોગી માહિતી હાથ લાગી ગઇ હતી. આ માહિતી મળ્યા બાદ કે તેઓ પૂર્વ નાયબ હવાઇ દળના વડાના પુત્ર છે. તેની માહિતીનો ઉપયોગ પાકિસ્તાન સોદાબાજી માટે કરી શક્યુ હોત.
દેશ અને સેનાને કોઇ પણ પ્રકારનુ નુકસાન ન થાય તે માટે તમામ બાબતોને સાવચેતીપૂર્વક ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. કોઇ પણ પ્રકારની અતિસયોક્તિ દેશને નુકસાન કરી શકે છે. યુદ્ધ જેવી સ્થિતીમાં રિપો‹ટગના પણ કેટલાક નિયમો છે. જે પાળવામાં આવે તે જરૂરી છે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે મિડિયામાં રિપોર્ટિગ સરહદી વિસ્તારોના સંબંધમાં ખુ બ સાવધાનીપૂર્વક કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે આના કારણે દુશ્મન દેશને ફાયદો થઇ શકે છે. વિતેલા વર્ષોમાં પણ પાકિસ્તાનને આવા રિપો‹ટગ વેળા ફાયદો થયો હતો. જેમાં કારગિલ અને મુંબઇ હુમલા વેળા રિપો‹ટગનો સમાવેશ થાય છે.