નવી દિલ્હી : પ્રજાસત્તાક દિવસની ઉજવણી આવતીકાલે દેશભરમાં કરવામાં આવનાર છે. ઉજવણીને લઇને સમગ્ર દેશના લોકો ઉત્સાહિત છે. પ્રજાસત્તાક દિવસ દરમિયાન કોઇપણ અનિચ્છનિય બનાવને ટાળવા સાવચેતીનાતમામ પગલાં દેશના તમામ ભાગોમાં લેવામાં આવી ચૂક્યા છે. દિલ્હી છાવણીમાં ફેરવાઇ ચૂક્યું છે. ઉજવણીની સાથે સાથેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઇને દેશભરમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા
- પ્રજાસત્તાક દિવસ પર આ વખતે મુખ્ય મહેમાન તરીકે આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા રહેશે
- પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે ૫૮ જનજાતિ મહેમાન પણ રહેશે
- પ્રજાસત્તાક દિવસના અવસર પર આ વખતે જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર સરકારની ૨૨ ઝાંકી રહેશે
- કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન મોદી અમર જવાન જ્યોતિ પર શહીદોને પુષ્પાજંલિ આપીને કરાવશે
- પ્રજાસત્તાક દિવસની ઉજવણી વેળા તમામ મેટ્રો સ્ટેશનોને બંધ રાખવામાં આવનાર છે
- પ્રજાસત્તાક દિવસની ઉજવણી વેળા ઇવેન્ટ માટે ૨૫૦૦૦ સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા
- દિલ્હીમા હજારો અર્ધલશ્કરી દળના જવાનો ફરજ બજાવશે
- પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર નજર રાખવા માટે આશરે ૧૫૦૦૦ સીસીટીવી ગોઠવાયા
- પરેડ આવતીકાલે સવારે શરૂ કરવામાં આવ્યા બાદ ૯૦ મિનિટ સુધી ચાલનાર છે
- પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઇને દરેક ૧૮ મીટર પર એક કેમેરા રહેશે
- હાલમાં આતંકવાદી મુદ્દાની દહેશત બાદ આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી છે
- દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા તમામ તૈયારીઓ પૂર્ણ
- દેશમાં જુદા જુદા ભાગોમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા
- રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન
- દિલ્હીમાં દેશની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાના દર્શન થશે
- સવારે અંતરિક્ષને વિમાની સેવા માટે બંધ રાખવાની પહેલાથી જ જાહેરાત કરવામાં આવી
- ઉંચી ઇમારતો ઉપર કમાન્ડો તૈનાત કરવામાં આવી ચુક્યા છે
- ઐતિહાસિક રાજપથ અને લાલ કિલ્લા વચ્ચે પરેડના માર્ગ પર લોકોની ગતિવિધિ પર નજર રાખવા તમામ જગ્યાએ ક્લોઝ સર્કિટ કેમેરા ગોઠવી દેવામાં આવ્યા
- મોબાઇલ ટીમો, વિમાની વિરોધી તોપ અને એનએસજીના કમાન્ડો ગોઠવાયા
- દિલ્હી પોલીસના કમાન્ડો રાયસિના હિલ્સથી લાલ કિલ્લા સુધી પ્રજાસત્તાક દિવસની પરેડના આઠ કિલોમીટર માર્ગ પર તૈનાત રહેશે
- રાજપથ ખાતે બહુસ્તરિય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ તિરંગો લહેરાવીને માર્ચમાં સામેલ જવાનો અને તમામની સલામી લેશે
- મુખ્ય ઉજવણીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે
- ભવ્ય કાર્યક્રમોની તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી
- છેલ્લા ઘણાં દિવસથી સેનાના જવાનો પણ તૈયારીમાં વ્યસ્ત હતા
- દિલ્હીમાં અર્ધલશ્કરી દળોના જવાનો, એનએસજીના કમાન્ડો સહિત ૪૫૦૦૦ સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યાં
- ગુજરત સહિતના રાજ્યોના ટેબ્લો મુખ્ય આકર્ષણ જમાવશે
- બ્રમ્હોસ મિસાઇલ, આકાશ મિસાઇલ અને અન્ય આધુનિક શસ્ત્ર પ્રણાલી રજૂ કરવામાં આવનાર છે
- મેક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા સહિતના ટેબ્લો પણ રહેશે