ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી મહેસાણાં ખાતે થઈ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ગુજરાતમાં રાજ્ય કક્ષાનાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે મહેસાણામાં કરવામાં આવી.  આ ઉજવણીમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૃઆત કરી. ત્યારબાદ રાજ્યપાલશ્રીએ મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને પરેડ નીહાળી જવાનોની સલામી ઝીલી હતી.

૬૯માં પ્રજાસત્તાક દિન પર મહેસાણામાં શાળાનાં બાળકો દ્વારા કેસરી, સફેદ અને લીલા રંગનાં વસ્ત્રો પહેરીને સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા. ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી થઈ.

Share This Article