પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી ગઇકાલે ૨૬મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવી હતી. રાજપથ પર શક્તિ પ્રદર્શન અને દેશની સમૃદ્ધિના દર્શન કરીને લોકો ગર્વ અનુભવ કરે છે. પ્રજાસત્તાક દિવસના દિવસે જ વર્ષ ૧૯૫૦માં અમે ભારતના લોકો પોતે ભાગ્ય વિધાતા બની ગયા હતા. લાંબી ચર્ચા અને દલીલોના દોર બાદ બંધારણીય સભાએ જે બંધારણની દરખાસ્તને સ્વીકારી હતી તે દરખાસ્ત અને જોગવાઇ આ જ દિવસે અમલી બની ગઇ હતી. આ વ્યવસ્થામાં દરેક ભારતીય વ્યક્તિ માટે ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતાની બાબતને સામેલ કરવામાં આવી હતી.
અમે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીને આ બાબતને લઇને ગર્વ કરી શકીએ ચીએ કે આ વર્ષોમાં દેશે જોરદાર પ્રગતિ કરી છે. અનેક રેકોર્ડ વિશ્વમાં ભારતે સર્જયા છે. વિશ્વમાં જુદા જુદા ક્ષેત્રોમાં ભારતે આજે ડંકો વગાડી દીધો છે. અહીંના લોકોના જીવનમાં ફેરફાર થયા છે. બ્રિટીશ અને અન્ય જુની વ્યવસ્થાને ફેંકીને ભારતે પોતાની વ્યવસ્થા અમલી કરી છે. અમે એક લોકશાહી અને સમાજની વ્યવસ્થાને સ્વિકાર કરીને આજે આગળ વધી રહ્યા છીએ. પ્રજાસત્તાક દિવસે એક બાબત નક્કી કરવામાં આવી હતી. જે દેશ નિર્માણ માટેની હતી. અમને શુ બનવુ છે અને કઇ રીતે બનવુ છે તે બાબતને લઇને તેમજ કેવા રાષ્ટ્રનુ નિર્માણ કરવુ છે તે બાબત નક્કી કરવામાં આવી હતી.
આ તમામ બાબતો નક્કી કરવા માટેની રૂપરેખા અમને બંધારણમાં આપવામાં આવી હતી. જેમાં જનતાની અને જનતા માટેની શાસન વ્યવસ્થાની વાત કરવામાં આવી હતી. રૂપરેખા મનુજબ અમે આગળ વધ્યા હતા. સાથે સાથે વિકાસની દિશામાં નક્કર ઇરાદા સાથે કુચ કરી હતી. આજે અમે અનેક ક્ષેત્રોમાં ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી ચુક્યા છીએ. ભારતની આગેકુચ અવિરતપણે જારી રહી છે. અનેક પ્રકારના પડકારો આવ્યા હોવા છતાં લોકશાહી વ્યવસ્થા પ્રત્યે આસ્થા અને બંધારણ પ્રત્યે વિશ્વાસના કારણે આજે અમે તમામ વિધ્નને પાર કરીને આગળ વધી શક્યા છીએ. નવી સદીમાં પ્રવેશ કરીને આર્થિક વિકાસના મોરચે અમે ઉંચી છલાંગ લગાવી ચુક્યા છીએ. એક લાંબા સમય સુધી ચાલેલી ધીમી વિકાસ ગતિને હવે પાછળ છોડી ચુક્યા છીએ. આના પરિણામ આજે તમામ ક્ષેત્રોમાં જોઇ શકાય છે. શિક્ષણ, આરોગ્ય અને વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ ભારતે ઐતિહાસિક સફળતા હાંસલ કરી લીધી છે. અમારી બંધારણીય વ્યવસ્થા હેઠળ તમામ સફળતા હાંસલ કરવામાં આવી છે. જેથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની બાબત પણ અમારા માટે ગૌરવ સમાન અને ઐતિહાસિક છે. આ દિવસની ઉજવણી કરીને અમે આજે ગર્વ અનુભવ કરીએ છીએ. તમામ માટે સમાનતાના માર્ગ પર અમે મક્કતા સાથે આગળ વધી રહ્યા છીએ. ઝડપી આર્થિક વિકાસમાં તમામ લોકોની ભાગીદારી કઇ રીતે રહે તે બાબત પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. તમામ માટે ન્યાયની વ્યવસ્થા બંધારણમાં આપવામાં આવી છે. જો કે હજુ કેટલીક ખામી છે. કારણ કે એક સહજ ન્યાયપ્રિય સમાજનુ નિર્માણ કરી શક્યા નથી. સામાજિક ન્યાય અને સમતાનુ સપનુ હજુ બાકી છે.