નવી દિલ્હી : દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તમામ તૈયારીઓ આજે પરિપૂર્ણ કરી લેવામા આવી છે. આવતીકાલે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. મુખ્ય ઉજવણીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દર મોદી તથા તેમના કેબીનેટના પ્રધાનો રહેશે. વિપક્ષના તમામ નેતાઓ પણ હાજર રહેશે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસે આયોજિત કાર્યક્રમમાં અને પરેડમાં ૫૮ જનજાતિ મહેમાન પણ આકર્ષણ જમાવશે. જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૨૨ ઝાંકીઓ તેમજ સ્કુલી બાળકો દ્વારા રજૂ કરવામાં આવનાર કાર્યક્રમ પણ આકર્ષણ જમાવશે. પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર શહીદોને પુષ્પાજંલિ આપીને કરશે.
વિકાસ પર આધારિત કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગની ઝાંકીઓ પણ આ વર્ષે આવતીકાલે આકર્ષણ જમાવશે. સાંસ્કૃતિક વિષય પર આધારિત કેટલીક ઝાંકીમાં લોકનૃત્ય પણ જાવા મળનાર છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચુકેલા ૨૬ બાળળકો પણ ખુલી જીપમાં બેસીને ઝાંકીમાં ભાગ લેનાર છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ આશરે ૯૦ મિનિટ સુધી ચાલનાર છે. આવતીકાલે શનિવારના દિવસે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા મુખ્ય મહેમાન બનનાર છે. ગયા વર્ષે પ્રજાસત્તાક દિવસે આયોજિત કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ૧૦ આસિયાન દેશોના વડા ઉપÂસ્થત રહ્યા હતા. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં બ્રમ્હોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ,જમીનથી આકાશમાં પ્રહાર કર શકે તેવી આકાશ મિસાઇલ રજૂ કરવામાં આવનાર છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત નારી શÂક્ત દર્શાવવામાં આવનાર છે. જેના ભાગરૂપે બીએસએફની મહિલા ટીમ પણ નજરે પડનાર છે. મિસાઇલની સાથે સાથે અન્ય ઘાતક શ† પ્રણાલી પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં રજૂ કરવામાં આવનાર છે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારી હાલમાં ચાલી રહી છે. આને લઇને દિલ્હીમાં ખાસ આયોજન કરવામાં આવી રહ્યુ છે. દિલ્હીમાં ભવ્ય લશ્કરી પરેડ પણ યોજાનાર છે. જુદા જુદા રાજ્યોના ટેબ્લો પણ મુખ્ય આકર્ષણ જમાવનાર છે. સાથે સાથે સેનાની ભવ્ય પરેડ આકર્ષણનુ કેન્દ્ર બનશે.
આઇએસ અને અન્ય ત્રાસવાદી સંગઠનની હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને દિલ્હી એરપોર્ટ, મેટ્રો સ્ટેશનો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તથા ધાર્મિક સ્થળો ખાતે ખાસ સુરક્ષા રાખવામાં આવી છે. ઉત્તરપૂર્વમાં અનેક બળવાખોર સંગઠન સક્રિય છે. જેથી અહીં પણ વિશેષ સુરક્ષા રાખવામાં આવી છે. આસામ અને મણિપુરમાં ખાસ સુરક્ષા રાખવામાં આવી છે. તમામ રાજ્યોમાં પોલીસ પેટ્રોલિંગ અને અન્ય પ્રકારની ચકાસણી મજબુત બનાવી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, જમ્મુ-કાશ્મીર સહિત દેશના તમામ રાજ્યોમાં ઉજવણીને લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. આતંકવાદી સંગઠનો તરફથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડવાની ચેતવણી આપ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સમગ્ર દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયું છે. દેશના અન્ય રાજ્યોમાં પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યાં છે.
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. રિહર્સલનો દૌર ચાલી રહ્યો હતો. સઘન સુરક્ષા માટે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો તૈનાત કરવામાં આવી છે. દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગયું છે. અધિકારીઓ દેશની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવવાના આયોજન કરી ચૂક્યા છે.દિલ્હીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં લઇને શહેરમાં અર્ધલશ્કરી દળો અને કર્મચારીઓ તથા એનએસજીના કમાન્ડો સહિત હજારો સુરક્ષા જવાન તૈનાત કરવામાં આવ્યાં છે. હવાઇ સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં વિમાની સેવા થોડા સમય માટે બંધ રાખવામાં આવશે. ગગનચુંબી ઇમારતોમાં પણ કમાન્ડો તૈનાત કરાયા છે. સૈકડો ક્લોઝ સર્કિટ કેમેરા રાજપથ અને લાલ કિલ્લા વચ્ચે પરેડના સ્થળો પર ગતિવિધિ પર નજર રાખવા ગોઠવી દેવામાં આવ્યા છે. મોબાઇલ ટીમો, વિમાનને ફુંકી મારવામાં સક્ષમ મિસાઇલો, તોપ, કમાન્ડો જુદી જુદી જગ્યાઓએ તૈનાત કરવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસના કમાન્ડો રાયસીના હિલ્સથી લાલ કિલ્લા સુધીના પ્રજાસત્તાક દિવસની પરેડના આઠ કિલોમીટર માર્ગ ઉપર ફરજ બજાવશે.