નવીદિલ્હી : ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની બીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ છ ટકાથી ઘટીને હવે ૫.૭૫ ટકા થઇ ગયો છે. આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાથી ઘટીને હવે ૫.૫૦ ટકા થઇ ગયો છે. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઇએ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જેથી તમામ પ્રકારની હોમ અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઈ પોલિસી સમીક્ષા હાઈલાઈટ્સ નીચે મુજબ છે.
- ધારણા પ્રમાણે જ નાણાંકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપોરેટ ૨૫ બેઝિક પોઇન્ટ ઘટાડીને ૫.૭૫ ટકા કરાયો
- રિવર્સ રેપોરેટ ૨૫ બેઝિક પોઇન્ટ ઘટાડીને ૫.૫૦ ટકા કરાયો
- સીઆરઆર અથવા તો કેશ રિઝર્વ રેશિયો ચાર ટકાના દરે યથાવત રખાયો
- સતત ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરાતા લોન સસ્તી થવાના સંકેત
- ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં પ્રથમ વખત ફેબ્રુઆરીમાં બેઠક થઇ ત્યારે રિઝર્વ બેંકે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી ૬.૨૫ કર્યો હતો. ત્યારબાદથી સતત ત્રીજી વખત ઘટાડો કરાયો
- એમપીસી દ્વારા રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો બહુમતિ નિર્ણયથી કરવામાં આવ્યો
- મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને માર્કેટના નિષ્ણાતો મુજબ જ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો
- આર્થિક ગતિવિધિને વેગ આપવાના ઇરાદા સાથે રેટમાં ઘટાડો કરાયો
- ૭ તબક્કાની લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ એનડીએ સરકાર ફરી સત્તામાં આવ્યા બાદ પ્રથમ બેઠક યોજવામાં આવી
- બેંકો રેટમાં કાપ મુકવા ઇચ્છુક નથી. કારણ કે, ડિપોઝિટ અને હાઉસ હોલ્ડ ફાઈનાÂન્સયલ બચત ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી છે
- કમિટિએ વર્ષ ૨૦૨૦ જીડીપી ગ્રોથનો અંદાજ ૭.૨ ટકા મુક્યો