સુરતમાં નરાધમે સગીરા પર વારંવાર આચર્યું દુષ્કર્મ, સગીરા ગર્ભવતી બનતા ફૂટ્યો ભાંડો

Rudra
By Rudra 2 Min Read

સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરત ગ્રામ્યમાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મ થવાનો કિસ્સો સામે આવતા ઉહાપોહ મચ્યો છે. સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરમાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મ થવાનો કિસ્સો સામે આવતા ઉહાપોહ મચ્યો છે.

છેલ્લા ઘણા સમયમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. યુવતીઓ અને મહિલાઓની સ્થિતિનો લાભ લઈ તેમના પર અત્યાચાર ગુજારી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ઘટના બનતા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ શખ્સ દ્વારા અવાર નવાર સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. તે કોઈને જાણ ના કરે તેવી ધમકી પણ આપવામાં આવતી હતી. જો કે 16 વર્ષની આ સગીરા ગર્ભવતી થતા તમામ વિગતો સામે આવી. પરિવારને આ બાબતની જાણ થતાં કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ સગીરા પાંચ મહિનાની ગર્ભવતી છે. પોલીસે હવસખોર ઇસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં ગત મહિને માંડવી નજીકના ગામમાં 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. માંડવી વિસ્તારમાં ઘરના સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી 21 વર્ષીય નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ જ્યારે સગીરા પર અત્યારચાર ગુજારતો હતો ત્યારે દાદી અચાનક આવી જતાં સમગ્ર ઘટના બહાર આવી. ત્યાર બાદ બાળકીની માતાએ નરાધમ નિકુંજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માંડવી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Share This Article