જાણીતા ગઝલ ગાયક ભૂપિંદર સિંહનું નિધન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જાણીતા ગઝલ ગાયક ભૂપિંદર સિંહનું નિધન થઈ ગયું છે. મુંબઈની ક્રિટી કેયર હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેમણે ૮૨ વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા છે. તેમના પત્ની મિશાલી સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, તેઓ કેટલાક સમયથી યુરિન સંબંધી સમસ્યાઓ સહિત અન્ય જટિલતાઓથી પીડિત હતા. ભૂપિંદર સિંહને ૧૦ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે કહ્યું કે તપાસ દરમિયાન તેમને કોલાન કેન્સરની આશંકા હતી. સ્કેનિંગમાં કેન્સરની આશંકા જોવા મળી રહી હતી અને વધુ તપાસ કરવાની બાકી હતી. તેમને કોરોના પણ થઈ ગયો હતો. તેથી કેન્સર સંબંધી તપાસ થઈ શકી નહીં. ભૂપિંદર સિંહ કોવિડથી સાજા થયા નહીં અને સાંજે ૭.૩૦ કલાક આસપાસ તેમનું નિધન થઈ ગયું છે.

ડોક્ટરનું કહેવું છે કે કો-મોર્બિટીઝની સમસ્યાને કારણે તેમનું નિધન થયું છે.  ભૂપિંદર સિંહ જાણીતા ભારતીય સંગીતકાર રહ્યા અને મુખ્ય રૂપથી એક ગઝલ ગાયક હતા. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગિગ કર્યું હતું. ભૂપિંદર સિંહે બાળપણમાં પોતાના પિતા પાસેથી ગિટાર શીખ્યું હતું, જે ખુદ એક સંગીતકાર હતા. બાદમાં તે દિલ્હી ગયા જ્યાં તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો માટે એક ગાયક અને ગિટારવાદકના રૂપમાં કામ કર્યું.

સંગીતકાર મદન મોહને ૧૯૬૪માં તેમને પ્રથમ મોટો બ્રેક આપ્યો હતો. તેમણે કિશોર કુમાર અને મોહમ્મદ રફીની સાથે કેટલાક લોકપ્રિય યુગત ગીત ગાયા છે. ભૂપિંદર સિંહને મૌસમ, સત્તે પે સત્તા, અહિસ્તા અહિસ્તા, દૂરિયાં, હકીકત અને ઘણી ફિલ્મોમાં તેમના યાગદાર ગીતો માટે યાદ કરવામાં આવે છે. તેમના કેટલાક પ્રસિદ્ધ ગીત છે, હોકે મજબૂર મુઝે, ઉસે બુલાયા હોગા, દિલ ઢૂંઢલા હૈ, દુકી પે દુકી હો યા સત્તે પે સત્તા અન્ય ગીત પણ છે.

Share This Article