નવી દિલ્હી: ભારતની નંબર એક યુરોપિયન બ્રાન્ડ રેનો દ્વારા તેની નવી પરિવર્તનકારી રેનો ટ્રાઈબર આજે INR 4.95 લાખમાંથી શરૂ થતી આકર્ષક કિંમતે (એક્સ- શોરૂમ, સંપૂર્ણ ભારતમાં) રજૂ કરવામાં આવી છે. રેનો ટ્રાઈબર ચાર ટ્રિમમાં ઉપલબ્ધ થશે- – RXE, RXL, RXT અને RXZ. રેનો ટ્રાઈબર ખાસ ભારતીય બજાર માટે તૈયાર કરવામાં આવી છે અને બી-સેગમેન્ટ કાર જોતા ગ્રાહકો માટે બેજોડ મૂલ્ય પરિમાણ પ્રદાન કરશે. રેનો ટ્રાઈબર આકર્ષક ઈન્ટીરિયર સાથે મોકળાશભરી, અત્યંત મોડ્યુલર, ઈંધણ કાર્યક્ષમ વાહન છે, જે 4 મીટરથી ઓછી જગ્યામાં ઘણી બધી આધુનિક અને વ્યવહારુ વિશિષ્ટતાઓથી સમૃદ્ધ છે.
“આજે રેનો ટ્રાઈબરની રજૂઆત સાથે અમે ભારતીય વાહન બજારના સૌથી વિશાળ અને ઝડપથી વૃદ્ધિ પામતા સેગમેન્ટમાં પ્રવેશ પ્રવેશ કરીશું. રેનો ટ્રાઈબર બી-સેગમેન્ટની આગેવાની સાથે સેગમેન્ટ્સમાં ગ્રાહકોના વ્યાપક વર્ગને ધ્યાનમાં રાખતાં જગ્યા અને મોડ્યુલારિટીની દષ્ટિએ નવો ચીલો ચાતરશે. આકર્ષક કિંમત સાથે રેનો ટ્રાઈબર કાર ખરીદીના નિર્ણયમાં મૂલ્ય પરિમાણ પર ઉચ્ચ પ્રીમિયમને ટોચ મૂકતા ભારતીય ગ્રાહકો માટે એકદમ અનુકૂળ છે. રેનો ટ્રાઈબર આ વૈવિધ્યપૂર્ણ અને આકર્ષક વાહન બજારમાં રેનો બ્રાન્ડની વધુ વૃદ્ધિ અમે જોઈ રહ્યા છીએ ત્યારે ભારતમાં અમારી વિસ્તરણ યોજનાનો તે મુખ્ય ભાગ બની રહેશે એવું અમે જોઈ રહ્યા છીએ, એમ રેનો ઈન્ડિયા કામગીરીના કન્ટ્રી સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર વેન્કટરામ મામિલાપલ્લેએ જણાવ્યું હતું.
રેનો ટ્રાઈબર રેનોની પ્રોડક્ટ ઓફેન્સિવ વ્યૂહરચનાનો હિસ્સો છે, જે ભારતમાં વાર્ષિક 200,000 યુનિટ્સના વેચાણ વોલ્યુમને બેગણુ કરવાના મધ્યમ ગાળાના હેતુને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. રેનો ટ્રાઈબરની પ્રોડક્ટ વ્યૂહરચનાને દેશભરમાં તેનાં 350 સેલ્સ અને 264 સર્વિસ એકમોના વ્યાપક નેટવર્કનો આધાર છે, જે બેજોડ વેચાણ અને સેવા ગુણવત્તા પ્રદાન કરે છે. રેનોનું લક્ષ્ય મધ્યમ ગાળા સુધી તેનું નેટવર્ક બેગણું વધારવાનું છે.
રેનો નોંધનીય વૃદ્ધિની સંભાવના પ્રદાન કરતી ગ્રામીણ બજારોમાં તેની હાજરી નિર્માણ કરવા માટે મજબૂત વ્યૂહરચના ધરાવે છે. રેનો નાવીન્યપૂર્ણ અને વ્યાપક વ્યૂહરચના સાથે આક્રમક રીતે વધી રહી છે તે રેનો માટે આ નવી ક્ષિતિજ છે. સપ્ટેમ્બરમાં રેનો 18 રાજ્યોનાં 330 ગ્રામીણ શહેરોને લક્ષ્ય કરી પ્રવૃત્તિઓ શરૂ કરશે, જે આ વર્ષે પૂર્ણ કરાશે. ઉપરાંત રેનોની ડીલરશિપ ટીમોએ પહોંચી નથી શકાઈ તેવી ગ્રામીણ બજારોમાં પહોંચવા માટે વિશિષ્ટ સેલ્સ કન્સલ્ટન્ટોની ભરતી કરી છે.
રેનો ટ્રાઈબર આકર્ષક રીતે ડિઝાઈન કરાયેલું, મજબૂત, કોમ્પેક્ટ, મોકળાશભર્યું અને મોડ્યુલર, વર્સેટાઈલ વાહન છે, જે 4 મીટરથી ઓછી જગ્યામાં આસાનીથી એકથી સાત પુખ્તોને સમાવવાની સિદ્ધિ પણ હાંસલ કરે છે. રેનો ટ્રાઈબર અતુલનીય સાનુકૂળતા પ્રદાન કરતી ભારતમાં ગ્રાહકોની અપેક્ષાઓના સંપૂર્ણ વિશ્લેષણનું પરિણામ છે. રેનો ટ્રાઈબર તેના આધુનિક, મોકળાશભર્યા છતાં કોમ્પેક્ટ, અત્યંત મોડ્યુલર, આકર્ષક ઈન્ટીરિયર સાથે ઈંધણ કાર્યક્ષમ વાહન સાથે ખરા અર્થમાં પરિવર્તનકારી હોઈ ઘણા બધી આધુનિક અને વ્યવહારુ વિશિષ્ટતાઓથી તે શોભે છે. રેનો ટ્રાઈબરમાં ફાઈવ- સીટર કોન્ફિગ્યુરેશનમાં તેની શ્રેણીની સૌથી વિશાળ બૂટ ક્ષમતા છે.
ઈનોવેશન એ ભારતમાં રેનોની વેપાર વ્યૂહરચનાનો મુખ્ય પાયો છે. તે ભારતની વાહન બજારના નવા અને વૃદ્ધિ પામતા સેગમેન્ટસને પહોંચી વળવા માટે સ્પષ્ટ પ્રોડક્ટ વ્યૂહરચના દ્વારા પ્રદર્શિત થાય છે. રેનો ટ્રાઈબર નાવીન્યતા પર રેનોની એકાગ્રતાનો વધુ એક દાખલો છે. અજોડ બોડી- સ્ટાઈલ સહજ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય નહીં તેવી રેનો ટ્રાઈબર ભારતમાં ક્વિડ અને રેનોની એસયુવી ઓફર વચ્ચેનું અંતર ભરી કાઢશે. રેનો ભારતના વાહન પરિવર્તનના ભવિષ્યને આકાર આપતી પ્રોડક્ટો વિકસાવીને ભારતમાં તેના નાવીન્યતના પ્રવાસને ચાલુ રાખશે, એમ મામિલાપલ્લેએ ઉમેર્યું હતું.
રેનો ટ્રાઈબર ચાર ટ્રિમમાં ઓફર કરાશે- RXE, RXL, RXT અને RXZ. દરેક વર્ઝન ગ્રાહકોની આવશ્યકતાઓ અને સેગમેન્ટમાં જરૂરતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવી છે. આ ગ્રાહકલક્ષી અભિગમ દરેક વર્ઝનની કિમતમાં પણ વિસ્તરે છે, જે વધુ મૂલ્ય પૂરું પાડે છે અને સ્પર્ધા સામે આક્રમક પણ છે. દરેક વર્ઝનની INR 50 હજાર ની અંતરે સ્માર્ટ કિંમત આંકવામાં આવી છે, જેથી ગ્રાહકોને દરેક સ્તરે મૂલ્યવાન લાભ આપે છે.
વર્ઝનનું નામ | એક્સ શોરૂમ કિંમત (સંપૂર્ણ ભારત) |
RXE | 4,95,000 |
RXL | 5,49,000 |
RXT | 5,99,000 |
RXZ | 6,49,000 |